યુક્રેનમાં ફસાયેલા ૨ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા
ભારત સરકાર યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓપરેશન ગંગા હેઠળ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે. જાે કે, મોટી સંખ્યામાં નાગરિકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને ભારત પરત ફરવા માટે મદદની શોધમાં છે. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે એર ઈન્ડિયાની ૯મી ફ્લાઈટ બુકારેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટિ્વટ કરીને માહિતી આપી હતી કે ૨૧૮ ભારતીય નાગરિકો સાથે ૯મી ફ્લાઈટ બુકારેસ્ટથી નવી દિલ્હી જવા રવાના થઈ છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘જ્યાં સુધી અમારા સાથી ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત નહીં થાય ત્યાં સુધી પ્રયાસો ચાલુ રહેશે. ૨૧૮ ભારતીય નાગરિકો સાથે નવમી ઓપરેશન ગંગા ફ્લાઇટ બુકારેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ છે. જયશંકરે ટ્વીટર પર કહ્યું, ‘૨૧૬ ભારતીય નાગરિકો સાથે ૮મી ઓપરેશન ગંગા ફ્લાઈટ હંગેરીના બુડાપેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ છે. બધાની સુરક્ષિત વાપસીની ખાતરી કરવા માટે અમારા પ્રયાસો ચાલુ છે.”
એર ઈન્ડિયાની સાતમી ઈવેક્યુએશન ફ્લાઈટ સોમવારે રાત્રે ૧૮૨ ભારતીયો સાથે બુકારેસ્ટથી તેની પરત મુસાફરી શરૂ કરી હતી. જ્યારે છઠ્ઠી ફ્લાઇટ સોમવારે જ ૨૪૦ ભારતીય નાગરિકો સાથે ઉડાન ભરી હતી. ઓપરેશન ગંગા હેઠળ બુકારેસ્ટ (રોમાનિયા) થી ૨૧૯ નાગરિકોને લઈને એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ ૨૬ ફેબ્રુઆરીએ મુંબઈમાં ઉતરી હતી. જયરે, ૨૫૦ ભારતીય નાગરિકો સાથે બુકારેસ્ટથી બીજી ફ્લાઇટ રવિવારે રાત્રે (૨૭ ફેબ્રુઆરી) લગભગ ૨.૪૫ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. જ્યારે, ૨૪૦ લોકોને લઈને ત્રીજી ફ્લાઈટ રવિવારે જ (૨૭ ફેબ્રુઆરી) સવારે ૯.૨૦ વાગ્યે દિલ્હીમાં ઉતરી હતી. બુકારેસ્ટથી ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત કંપનીની ચોથી ફ્લાઇટ ૧૯૮ ભારતીય નાગરિકો સાથે રવિવારે સાંજે ૫.૩૫ કલાકે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચી હતી. જ્યારે એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ સોમવારે ૨૪૯ વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકો સાથે બુકારેસ્ટથી દિલ્હી પહોંચી હતી.
Recent Comments