રાષ્ટ્રીય

યુક્રેન – રશિયા વચ્ચેના યુદ્ધમાં રશિયન ટેન્કે કારને કચડી નાંખતો વિડીયો વાયરલ

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, રશિયન સેનાએ યુક્રેનના ઘણા વિસ્તારોમાં હુમલો કરીને સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનની રાજધાની કિવની ગલીઓમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. વહીવટીતંત્રે લોકોને ચેતવણી આપી છે કે તેઓ ઘરની અંદર જ રહે, બારીઓમાંથી ડોકિયું કરવાની કે બાલ્કનીમાંથી બહાર જાેવાની ભૂલ ન કરો. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પહેલા જ ચેતવણી આપી હતી કે રશિયા રાજધાની કિવ પર હુમલો કરી શકે છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે પણ દાવો કર્યો છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧,૦૦૦ થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ યુદ્ધ સાથે જાેડાયેલો એક ખૂબ જ ભયાનક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, વીડિયોમાં તમે જાેઈ શકો છો કે એક ટેન્ક રસ્તા પર આગળ વધી રહી છે, જે અચાનક પોતાનો માર્ગ બદલી રહી છે અને કારને ટક્કર મારી રહી છે. આ ટેન્ક કારની ઉપર જ ચઢી જાય છે, જેના કારણે કાર ખરાબ રીતે દબાઈ ગઈ હતી. હવે આ કારમાં કેટલા લોકો બેઠા હતા તેની માહિતી મળી નથી, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે કારમાં બેઠેલા તમામ લોકોએ જીવ ગુમાવ્યો હશે.

જણાવવામાં આવી રહ્યું છે કે કારને કચડી નાખનારી ટેન્ક રશિયાની હતી, જે યુક્રેનની સડકો પર ફરતી હતી. આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર જ્રત્નટ્ઠર્જહૐટ્ઠહૈકૈહ આઈડી નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે આ એક આઘાતજનક દૃશ્ય છે, જેમાં એક ટેન્ક અચાનક પોતાનો માર્ગ બદલીને કારની ઉપર ચઢી જાય છે. માત્ર ૨૫ સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં ૭ મિલિયનથી વધુ વખત જાેવામાં આવ્યો છે, જ્યારે લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક યુઝર્સે આ ઘટનાને રશિયન સેનાનું અમાનવીય કૃત્ય ગણાવ્યું છે. વીડિયો શેર કરનાર વ્યક્તિએ કમેન્ટમાં કહ્યું છે કે આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડ્રાઈવરનો ચમત્કારિક રીતે જીવ બચી ગયો છે.

Related Posts