fbpx
ગુજરાત

યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશ્નરે મુખ્યમંત્રી રૂપાણી સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી

ગાંધીનગર ખાતે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશ્નર શ્રી ગ્રેસ અકેલ્લોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેઓ ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમએસએમઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે એમએસએમઇ સેકટરની સહભાગિતા અને યુગાન્ડામાં એમએસએમઇ સેકટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા.રૂપાણીએ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીએ યુગાન્ડાના હાઈ કમિશનરની ટીમને ગુજરાતના એમએસએમઇ કમિશનરેટની મુલાકાત લઈ આ સમગ્ર ઇકો સિસ્ટમ સમજવા અને તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.
ખાસ કરીને ગુજરાતમાં એમએસએમઇ માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશનનો જે નવિન અભિગમ અપનાવ્યો છે. તેના વિશે તેમજ એમએસએમઇ સેકટર દ્વારા મોટાપાયે રોજગારીની તકોની પણ વિશદ ભૂમિકા મુખ્યમંત્રીએ આ મુલાકાત બેઠક દરમ્યાન આપી હતી.

વિજય રૂપાણીએ યુગાન્ડા આફ્રિકા ભારત ના પુરાતન પ્રવાસન સંબંધોની યાદ પણ તાજી કરી હતી.ઉદ્યોગના અધિક મુખ્યસચિવ રાજીવ કુમાર ગુપ્તા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા એમએસએમઇ કમિશનર રંજીથ કુમાર અને ઇન્ડેક્ષબીના એમ.ડી નિલમ રાની આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts