અમરેલી

યુગો યુગાંતર સ્થિર વામ વયે ભક્ત ધુવ ને ઈશ્વર પ્રત્યે કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ હશે ઘનશ્યામગિરી બાપુ ના સાનિધ્ય માં ભાગવતચાર્ય શાસ્ત્રી મહેશભાઈ જોશી ની શ્રી મદ્રભાગવત કથા

દામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ખાતે જંગમી તીર્થંકર શ્રી ઘનશ્યામગિરી બાપુ ના સાનિધ્ય માં વિદ્વાન ભગવતાચાર્ય  શાસ્ત્રી શ્રી મહેશભાઈ જોશી વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં ભાવિકો એ મંડપ બહાર બેચી ને પણ કથા શ્રવણ કરવી પડે તેવી મેદની વચ્ચે આજે ભગત ધ્રુવ ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા વક્તા એ પુરુષાર્થ અને પરમાર્થ વચ્ચે નો મર્મ સુંદર શેલી માં વર્ણવ્યો જીવન નિર્વાહ માટે પુરુષાર્થ જરૂરી છે પણ પરમાર્થ ભૂલ્યા વગર ભગત ધ્રુવ ની બાળ ભક્તિ ભગવાન ના પામવા વય વામ કે વૃદ્ધ પણ ચિત ની એકાગ્રતા વિશ્વાસ શ્રદ્ધા ભાવ જરૂરીવ્યક્તિ હોય કે રાષ્ટ્ર વિશ્વાસ ગુમાવ્યો એટલે પતન થી નજીક છીએ વામ વયે ભગત ધ્રુવ સ્થિર ભક્તિ એ તેમનો યુગો યુગાંતર સ્થિરતા આપી ભક્ત ધુવ ને ઈશ્વર પ્રત્યે કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ હશે જેફ વયે પણ જેસલ જાડેજા એ ઈશ્વર ની ભક્તિ કરી આવા તો અનેકો ઉદરણ છે  મનુષ્ય અવતાર ના આયુષ ચક્ર તેતા દ્વાપર સતયુગ કળીયુગ નું સમય ચક્ર સાથે અનેકો માર્મિક ટકોર સાથે હદયસ્પર્શી દ્રષ્ટાંતો આપતા વક્તા મહેશભાઈ જોશી ને સ્થિરપ્રજ્ઞ બની સાંભળતા શ્રાવકો અડગ શ્રદ્ધા મનુષ્ય ને સિદ્ધ ના શિખર સર કરાવી શકે છે દિવાકર ચાંદ રહે ત્યાં સુધી અરજ અમર ધ્રુવ ની કથા રસપ્રદ રીતે વર્ણવતા શાસ્ત્રી ઈશ્વર આપણા પક્ષે છે  કે નહીં તેની ચિંતા ન કરશો  પણ આપણે ઈશ્વર પક્ષે છીએ કે નહીં તેનો વિચાર કરશો 

Related Posts