ગુજરાત સરકાર દ્વારા સેવા તેમજ તબીબી ક્ષેત્રનો જેમને વિશિષ્ટ એવોર્ડ પ્રદાન થયો છે. એવા ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ધારી રોડ ખાતે માનવ સેવાની અખંડ જ્યોત જગાવી છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સ્થાપક પ. પૂ. શ્રી રામશર્મા આચાર્યજીના યુગ નિર્માણના સંકલ્પો સાકાર કરવાના પ્રયત્નો કરી રહેલ આ સંસ્થા દ્વારા વિવિધ સેવા શ્રેત્રે અસંખ્ય પ્રવૃત્તિઓ જીવંત રૂપે નિસ્વાર્થ ભાવનાથી ચાલી રહી છે. તાજેતરમાં સંસ્થા દ્વારા ચલાલા ખાતે વીસમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ સફળ રીતે યોજાય ગયા. જ્ઞાતિ જાતી કે ધર્મના ભેદભાવ વગર માનવસેવાના આ ભાગીરથ કાર્યોની જુદી જુદી જ્ઞાતિના ૨૮ નવયુગલો એ લાભ લીધો હતો અને સમાજના સાચા જરૂરિયાતમંદો સુધી પહોચવાનો પ્રયત્ન ગાયત્રી પરીવાર દ્વારા થયો હતો. કાર્યક્રમના શુભારંભમાં સંસ્થાના વડા પૂ. રતિદાદાએ સંસ્થાની માનવ સેવાકીય પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી તેમજ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં કરુણાનીધાનબાપુ, પ્રફુલભાઈ સેંજળીયા, કોકીલાબેન કાકડિયા, દીપુબેન ગોહીલ, મનીષભાઈ સંઘાણી, ડૉ. ચંદ્રમોલી જોશી સાહેબ, દુલાબાપા, લાલજીભાઈ ખુંટ,
રમણીકભાઈ સરપંચ, પ્રફુલભાઈ શિરોયા, ભયલુભાઈ વાળા, પ્રકાશભાઈ કરીયા, મહેન્દ્રભાઈ સાદરાણી, હિંમતભાઈ દોંગા, હરેશભાઈ જેબલિયા, પરશુરામભાઈ બોરીસાગર, મનસુખભાઈ મહેતા, વજુદાદા, ભાવેશકુમાર બોરીસાગર, મનુભાઈ બારોટ, અરુણભાઈ તથા ઉર્મિલાબેન રૂપારેલીયા -યુ. કે., શૈલેશભાઈ તથા રેખાબેન – યુ. કે., પરેશભાઈ તથા અંકિતાબેન – કંપાલા, દિલીપભાઈ તથા રંજનાબેન – ઇટાલી, અશોકભાઈ તથા અરુણાબેન – યુ. કે, ચંદ્રિકાબેન ઉનડકટ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સમૂહલગ્નોત્સવમાં દરેક કન્યાને ૧૪૦ વસ્તુ કરિયાવરરૂપે ભેટ આપવમાં આવી હતી. આ લગ્નોત્સવની સાથે શાંતાબેન હરિભાઈ ગજેરા મેડીકલ કોલેજના સહયોગથી મહારકતદાન શિબિરનું પણ આયોજન કર્યું હતું. જેનો અસંખ્ય રક્ત દાતાશ્રીઓએ લાભ લીધો હતો.ગુરુદેવની કલમેં લખાયેલા ૩૨૦૦ પુસ્તકો અડધી કિંમતે મળે તે માટે સ્ટોલ રાખવામાં આવ્યો હતો. ચા – પાણી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની આદર્શ સપ્તપદીની શાસ્ત્રોક્ત લગ્ન વિધિથી વાતાવરણ દેવીમય બની ગયું હતુંઆ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડાયરેક્ટર શ્રી ભારતભૂષણ મહેશભાઈ મહેતા, તેમજ આચાર્ય શ્રી શીતલબેન મહેતાએ કર્યું હતું.


















Recent Comments