બોલિવૂડ

યુટ્યુબર અરમાન મલિકના જાેડિયા બાળકોનું ગ્રાન્ડ વેલકમ

યુટ્યુબની દુનિયામાં અરમાન મલિક એક મોટું નામ છે. અરમાન તેની બે પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિકને કારણે ચર્ચામાં રહે છે. યૂટ્યૂબર અને અભિનેતા અરમાન મલિક ખૂબ જ ખુશ જાેવા મળી રહ્યા છે. અરમાન મલિક ચાર બાળકોના પિતા બની ગયા છે. અરમાન મલિકનું સપનું હતું કે, તેમના ઘરમાં ચાર નાના મહેમાન આવે અને તેમણે એક બ્લોગમાં આ બાબતે ખુલાસો કર્યો હતો. તેમનું આ સપનું પૂર્ણ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા તેમની બીજી પત્ની કૃતિકા મલિકે એક પુત્રને જન્મ આપ્યો હતો અને હવે તેમની પહેલી પત્ની પાયલ મલિકે જાેડિયા બાળકોને જન્મ આપ્યો છે.

આ જુડવા બાળકોનું ઘરમાં ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું છે. પાયલ મલિકે થોડા દિવસ પહેલા એક દીકરા અને દીકરીને જન્મ આપ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. કૃતિકાએ પાયલ અને તેના બાળકોનું ઘરે ગ્રાન્ડ વેલકમ કર્યું છે. કૃતિકાએ આખા ઘરને ગુબ્બારાથી સજાવ્યું હતું અને જમીન પર ગુલાબની પાંખડીઓ ફેલાવી હતી. ફૂલોની માળા અને દીકરીના પગલા લઈને પાયલ તેના બાળકો સાથે ઘરમાં આવી હતી. પાયલને તેનું આ ગ્રાન્ડ વેલકમ પસંદ આવતા તેણે કૃતિકાના ખૂબ જ વખાણ કર્યા હતા. પાયલ જણાવે છે કે, કૃતિકાનું ગ્રાન્ડ વેલકમ નથી કરી શકી. તેમ છતાં મને ખબર હતી કે, કૃતિકા મારા સ્વાગતમાં કોઈ કસર બાકી નહીં રાખે. આખો પરિવાર આ નાના મહેમાન આવવાથી ખૂબ જ ખુશ છે.

પાયલ જણાવે છે કે, તેમના જીવનમાં એક દીકરી આવી જતાં તેમનું જીવન સુધરી જશે. પાયલના જાેડિયા બાળકોના નામ ખૂબ જ સુંદર છે. તેમના દીકરાનું નામ અયાન અને દીકરીનું નામ તૂબા છે. પાયલને એક દીકરો પણ છે, જેનું નામ ચિરાયૂ છે. કૃતિકાએ તેના દીકરાનું નામ જૈદ રાખ્યું છે. આ ખબર સામે આવતા લોકો અરમાન મલિકને શુભકામના આપી રહ્યા છે. ફેન્સ કૃતિકા મલિક બાદ હવે પાયલ મલિકના બાળકોનો ચહેરો જાેવાની ડિમાન્ડ કરી રહ્યા છે. કૃતિકાના બાળકોનો ચહેરો પણ અરમાને થોડા દિવસો બાદ જ બતાવ્યો હતો.

Related Posts