યુથ કોંગ્રેસે સચિન તેંડુલકરના બંગલાની બહાર પોસ્ટર લગાવ્યા
દેશના કુસ્તીબાજાે સતત યૌન શોષણના આરોપમાં રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ અંગે અનેક પ્રદર્શનો યોજાયા હતા અને તેમને જંતર-મંતરથી બળપૂર્વક હટાવવામાં આવ્યા હતા. ૨૮ મેના રોજ પોલીસે તમામ કુસ્તીબાજાેના વિરોધનો અંત લાવ્યો હતો. તેના જવાબમાં સાક્ષી મલિક, વિનેશ ફોગટ સહિત તમામ કુસ્તીબાજાે ગંગામાં પોતાના મેડલ વહેવડાવવા હરિદ્વાર તરફ વળ્યા હતા. અહીં ખેડૂત નેતા નરેશ ટિકૈત તેમને રોકીને પાછા લાવ્યા. રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહની ધરપકડના વિરોધમાં કુસ્તીબાજાેના વિરોધની ગરમાવો મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના ઘરે પહોંચી ગઈ છે. મંગળવારે પૂર્વ સ્પિનર ??અનિલ કુંબલેએ કુસ્તીબાજાેનો વિરોધ જે રીતે ખતમ કરવામાં આવ્યો તેના પર ટિ્વટ કરીને પોતાનો જવાબ આપ્યો. સચિન તેંડુલકરે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. બુધવારે યુથ કોંગ્રેસ તરફથી સચિન તેંડુલકરના બંગલાની બહાર વિરોધ પ્રદર્શનનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. કુસ્તીબાજાેના મુદ્દે મહાન બેટ્સમેન સચિનના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. પોસ્ટરમાં કુસ્તીબાજાેને સમર્થન ન આપવા બદલ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. સચિનના બંગલાની બહાર પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરને લઈને મુંબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેને તાત્કાલિક હટાવી દીધી.
Recent Comments