સૌરાષ્ટ - કચ્છ

યુનિયન બેંકના કૌભાંડમાં જાેડિયાવાલા ટ્રેડીંગ કંપનીવાળાનું નામ આવ્યું

જામનગર ભારે ચકચાર જગાવનાર યુનિયન બેંકનો કૌભાંડ બહાર આવ્યું હતું જેને પગલે જેએમસી બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા તેના સાગરીત દર્શન હસમુખભાઇ મણીયારએ કાવતરૂ રચી વર્ષ ૨૦૨૦ ઓગસ્ટ માસના ગાળામાં યુનિયન બેંકની જેએમસી બ્રાન્ચમાંથી દશરથસિંહે પેાતાનો હોદાનો દુર ઉપયોગ કરી અન્યનો વિશ્વાસમાં લઇ પૂર્વ યોજીત કાવતરૂ યોજી તેમની પેઢીના નામના ખોટા કોટેશન બનાવ્યા હતાં, ત્યાર બાદ આ ડોકયુમેન્ટ અને ખોટા ક્વોટેશન સાચા તરીકે ઉપયોગ કરી બેંકના ખાતેદારોના નામે રૂા. ૭૪.૨૫ લાખ લોન મજૂર કરાવી નાણા પોતાના કબજામાં કર્યા હતાં, જેમાંથી દર્શનને કમિશન આપ્યું હતું.

આ કૌભાંડમાં ખાતેદારોને ખબર પડી જતાં મેનેજર દ્વારા મંજૂર થયેલી લોન પૈકી રૂા. ૪.૬૦ લાખ અલગ-અલગ ખાતેદારોને પરત કરી દેવામાં આવ્યા હતાં, જાેકે બાકીના રૂા. ૬૯.૬૫ લાખ અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હતાં, જે અંગે ભોગગ્રસ્ત દ્વારા હેડ ઓફિસ અને પોલીસમાં અરજી થઇ હતી જેમાં કૌભાંડ બહાર આવતા પોલીસે ગુનો નોંધી બન્ને બેંક મેનેજર દશરથસિંહ અને તેના સાગરીત દર્શન મણીયારને પકડી રિમાન્ડ પર લઇ જેલ હવાલે કર્યા હતાં. હવે આ ચકચારી પ્રકરણમાં પોલીસને એવી માહીતી મળી કે, ફકત દર્શન મણીયારના ક્વોટેશનો વાપરવામાં આવ્યા ન હતાં પરંતુ એસ.એસ. એન્ટરપ્રાઇઝ અને ધ્યાના એન્ટરપ્રાઇઝ નામના કોટેશનનો પણ ઉપયોગ થયો છે, જેમાંથી વધુ રૂા. ૫૦ લાખ ઉપરાંતનું કૌભાંડ થયું છે, પરંતુ જામનગરની આ જાણીતી પેઢીના માલિક સૌરભ ઉદાણી હોય, પોલીસ દ્વારા સમગ્ર મામલે વિવાદાસ્પદ રીતે સમય આપી તપાસને લંબાવવામાં આવી રહી છે.

કાગળ ઉપર સૌરભ ઉદાણી દ્વારા કૌભાંડ થયાનું પુરવાર થઇ ચુકયું છે, છતાં પોલીસ તેની ધરપકડ કરતી નથી. આ સમગ્ર મામલો બહાર આવતા જામનગરની વધુ એક જાણીતી પેઢીનું નામ આવતા બજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. યુનિયન બેંકના કૌભાંડમાં જાેડિયાવાલા ટ્રેડીંગ કંપનીવાળાનું નામ આવ્યું છે પરંતુ તેમની કઇ પેઢીના નામે તેઓએ કોટેશન આપ્યા તે હાલ યાદ નથી, પરંતુ આ પ્રકરણમાં યોગ્ય તપાસ થઇ રહી છે અને કૌભાંડ રૂા. ૧.૨૪ કરોડ ઉપર પહોચવા પામ્યું છે. જામનગર શહેરમાં કોર્પોરેટર તરીકે કાર્યરત અને પોલીસ અધિકારીના બે નંબરના પૈસા ફેરવતા શખસ આ પ્રકરણમાં ભૂંડી ભૂમિકા ભજવી ગયો છે, તેણે સમગ્ર મામલો હાથમાં લઇ વચટીયા તરીકે ભૂમિકા ભજવી આખા કેસને લંબાવી અને નબળો પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.

Related Posts