યુનિવર્સલ સ્કુલ અને બ્રિલીયન્ટ સ્કુલનાં સંચાલક ડૉ. અરુણભાઈ સુરાણી દ્વારા માલિયાસણ ગામ, અમદાવાદ ખાતે વૃક્ષારોપણનાં કાર્યક્રમનું આયોજન
અમદાવાદ શ્રી યુનિવર્સલ સ્કુલ અને બ્રિલીયન્ટ સ્કુલનાં સંચાલક ડૉ. અરુણભાઈ સુરાણી દ્વારા માલિયાસણ ગામ, અમદાવાદ ખાતે વૃક્ષારોપણનાં કાર્યક્રમનું આયોજન
ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અજોડ છે. આપણે માનીએ છીએ કે જીવજંતુ, વૃક્ષ વગેરેમાં પરમાત્માનો વાસ છે. તેની રક્ષા અને નૈસર્ગિક સંતુલન બનાવી રાખવા માટે પશુ-પક્ષીઓને ઈશ્વરના વાહન તરીકે સ્થાન આપીને તેની રક્ષા કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેવી જ રીતે વૃક્ષોને પણ ભારતીય સંસ્કૃતિમાં અનેરું સ્થાન આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિ વૃક્ષ બચાવ, વૃક્ષ ઉછેર અને વૃક્ષારોપણને મહત્વ આપે છે.શ્રી યુનિવર્સલ સ્કુલ અને બ્રિલીયન્ટ સ્કુલનાં સંચાલક ડૉ. અરુણભાઈ સુરાણી તેમના પિતા ભગવાનજીભાઈ તથા માતા કાશીબેન તેમજ મોટા બાપુજી સ્વ. ભીમજીભાઈ અને મોટા બા સવિતાબેનની માતૃ પિતૃ વંદના કરવા તેમજ લાડકવાયા ભાભી સ્વ. હંસાબેનને શ્રદ્ધાંજલિ અર્પવા માટે વૃક્ષારોપણનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અરુણભાઈનાં તમામ પરિવારજનો ફઈ – ફૂવા, મામા – મામી, બેન – બનેવી, ભાણેજો, દીકરીઓ, જમાઈઓનાં નામથી એક એક વૃક્ષ એમ ૧૦૩ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. વૃક્ષોનાં વાવેતર, ઉછેર અને જતનની જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા લેવામાં આવી છે.આ સાથે રક્તદાન કેમ્પ અને પુસ્તક વિતરણ પણ રાખવામાં આવ્યું છે. અરુણભાઈનાં માતા પિતાનું રક્તતુલા અને જ્ઞાન તુલા કરવામાં આવશે. આ કાર્યક્રમ ૧૬ જુલાઈ, રવિવારનાં રોજ અચ્યુતમ ગૌશાળા, અમદાવાદ હાઈ – વે, માલિયાસણ ગામ ખાતે રાખવામાં આવેલ છે.
Recent Comments