ગુજરાત

યુનિવર્સિટીના કૌંભાંડમાં સંડોવાયેલા કુલપતિ કે અન્ય કોઇપણને છોડવામાં નહીં આવેઃ મુખ્યમંત્રી

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામેથી જળ સમૃદ્ધ રાજ્ય બનાવવાની સંકલ્પબદ્ધતા રૂપે ‘સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૧ના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો છે. જે પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, મંત્રી શ્રમ અને રોજગાર દિલીપ ઠાકોર, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ, ચેરમેન જીઆઈડીસી ગુજરાત સરકાર બલવંતસિંહ રાજપૂત, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોર, પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુ મકવાણા સહિત કલેકટર ડીડીઓ તેમજ અન્ય વહીવટીતંત્ર તેમજ કાર્યકર ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતી રહી હતી.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌંભાંડમાં કોઇપણ જવાબદારને છોડવામાં નહીં આવે તે પછી વાઇસ ચાન્સેલર હોય કે સેનેટ સભ્ય તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુરૂવારે પાટણમાં સુજલામ સુફલામ યોજનાના ચોથા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચર્ચીત ઉત્તરવહી કૌભાંડ અંગે સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૧ના ચોથા તબક્કાનો પ્રારંભ કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, આ કૌભાંડની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક તપાસ કરવા અને રિપોર્ટ આપવા માટે પકંજ કુમારને જણાવાયું છે. રિપોર્ટના અંતે જે કોઇપણ જવાબદાર હશે એ પછી વાઇસ ચાન્સેલર હોય કે સેનેટ સભ્ય કોઇને પણ છોડવામાં આવશે નહીં.
ઉત્તર ગુજરાત ઉત્તરવહી કૌભાંડ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલાવીને જે માહિતી બહાર આવી છે. રાજ્ય સરકારે તેની ગંભીરતા લીધી છે. પંકજ કુમાર જેવા સીનિયર અધિકારીને તાત્કાલિક તપાસ અને રિપોર્ટ આપવા માટે સૂચના આપવામાં આવી છે. કોઇપણ ચમરબંધીને સરકાર છોડશે નહીં. શિક્ષણ એક પવિત્ર વસ્તુ છે. જે કોઇએ પણ આમા ગરબડ કરી હશે, રિપોર્ટના અંતે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરાશે, પછી એ વાઇસ ચાન્સેલર હોય કે કોઇ સેનેટ સભ્ય હશે, કોઇ પ્રાધ્યાપક હશે કે કોઇ અન્ય માણસ હશે, કોઇપણ રાજકીય પક્ષનો હશે કોઇને પણ સરકાર છોડશે નહીં.

Related Posts