ગુજરાત

યુનોની કથા હિસ્ટોરિકલ નથી સ્પ્રીચ્યુઅલ છે : મોરારિબાપુ 

પુ.મોરારિબાપુ રામ નામને સમગ્ર વિશ્વમાં પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મ ઉપયોગ કરી સનાતન હિન્દુ ધર્મની ઉત્તમ સેવા કરવાનું કામ કરી રહ્યાં છે. તાજેતરમાં એ જ ધ્યેય સાથે યુનો એટલે કે  સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના બિલ્ડીંગમાં અમેરિકાના ન્યુયોર્ક ખાતે મોરારિબાપુના વ્યાસાસને ‘માનસ વસુદેવ કુટુંબકમ’ કથાનો પ્રારંભ તારીખ 27 જુલાઈ 24, ના અમેરિકન સમય પ્રમાણે સાંજે 4:00 કલાકે કરવામાં આવ્યો. વિશ્વના 193 દેશો જ્યાં સભ્ય હોય તેવા કોઈ પરિસરમાંથી રામનામનું ગુણગાન ગાવું એ વિશ્વના સમગ્ર ધાર્મિક જગતને સનાતન હિંદુ ધર્મની ફિલસોફીને પ્રવાહીત કરવાનું કાર્ય છે. અત્રે એ પણ યાદ આપીએ કે જ્યારે આ જ પ્રકારની વાત લઈને 139 વર્ષ પહેલાં ભારતના એક સન્યાસી પુ.સ્વામી વિવેકાનંદ શિકાગો ખાતે પહોંચ્યાં હતાં. ત્યારે તેમના પ્રભાવથી સમગ્ર અમેરિકા ઘેલું બન્યું હતું.એ જ સિલસિલા પર પૂજ્ય મોરારિબાપુએ સમગ્ર વિશ્વને હિન્દુ ધર્મ મહત્તા માનસ તત્વજ્ઞાનથી પ્રસ્તુત કરવાનો  પ્રયત્ન કર્યો છે. તેની નોંધ આંતરરાષ્ટ્રીય જગત પણ લેશે તેવી શ્રદ્ધા છે. 

કથાના પ્રારંભમાં બાપુએ પોતાની વાણીને મુખર કરતાં કહ્યું કે હું આ પોથી લઈને અહીં પહોંચ્યો છું એ આપણા સૌ માટે ગૌરવરૂપ ઘટના છે. પરંતુ એનો અર્થ એ પણ નથી કે આપણે કોઈ વિક્રમ સ્થાપિત કરવા કે કોઈ રેકોર્ડ ઉભો કરવા આ કથાનું આયોજન કરી રહ્યાં છીએ. કોઈકે તેને હિસ્ટોરિકલ કથા કહી પરંતુ ઈતિહાસ સમયના ગર્ભમાં ક્યારેક ભુલાય પણ જાય અને ભૂસાય પણ જાય.પરંતુ અધ્યાત્મ્ય એ અમર છે. તેથી આ કથા હિસ્ટોરિકલ નહીં પરંતુ સ્પ્રીચ્યુઅલ છે. બાપુએ કથા સાથે યુનોના સૂત્રોને સત્ય પ્રેમને કરુણાની સાથે જોડીને સમગ્ર વિશ્વમાં ભાઈચારો અને બંધુત્વ ઊભું થાય અને માનવજાત યુદ્ધોથી બચી શકે તે માટે ખાસ અપીલ પણ કરી. તે વાતમાં સુર પુરાવતા તેઓએ કહ્યું કે હું ઇચ્છું છું કે જો મને  પરવાનગી મળે તો હું યુક્રેન રશિયાની બોર્ડર પર પણ રામનામનું ગાયન કરવા અને શાંતિનો પૈગામ રેલાવવા તત્પર છું.  “માનસ વસુદેવ કુટુંબકમ “કથાના ક્રમમાં 940 ની કથા છે.આ કથાના મનોરથી સુશ્રી રમાબેન જસાણી પરિવારે કરેલી અથાગ મહેનતથી આ ભગીરથ કહી શકાય તેવું આયોજન થઈ શક્યું છે. કથામાં શ્રોતાઓની સંખ્યા ખૂબ મર્યાદિત છે તેથી માત્ર ત્રણ સો શ્રોતાઓ આ કથાનો શ્રમણ લાભ લઈ રહ્યાં છે.

Related Posts