રાષ્ટ્રીય

યુપીના ગાઝીપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ અફઝલ અન્સારીએ ગાંજાને કાયદેસર બનાવવાની માંગ કરી

ઉત્તર પ્રદેશના ગાઝીપુરના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા અફઝલ અન્સારીએ ગાંજાને કાયદેસર બનાવવાની માંગ ઉઠાવી છે. અફઝલ અંસારીએ ગુરુવારે ગાંજાને લઈને કહ્યું કે, તેને કાયદાનો દરજ્જાે આપીને તેને કાયદેસર બનાવવો જાેઈએ. સપાના સાંસદ અફઝલ અંસારીએ કહ્યું, તમે કાયદાની આટલી મોટી મજાક કેમ કરો છો, લાખો-કરોડો લોકો ખુલ્લેઆમ ગાંજા પીવે છે. તેમણે કહ્યું કે, ધાર્મિક કાર્યક્રમોમાં ખુલ્લેઆમ ગાંજાનું ધૂમ્રપાન કરવામાં આવે છે. ધાર્મિક કાર્યક્રમોમાં, ગાંજાને ભગવાનના પ્રસાદ અને ઔષધિ તરીકે ખાવામાં આવે છે. અફઝલ અન્સારીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, જ્યારે ભગવાનનો પ્રસાદ અને બુટી છે તો તે ગેરકાયદે કેમ છે.

અફઝલ અંસારીએ કહ્યું, અમે કહીએ છીએ કે તમે છૂપી રીતે ગાંજા કેમ પીવો છો. એવો પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, ભગવાન શંકરના પ્રસાદ ભાંગને લાયસન્સ આપવામાં આવશે પરંતુ ગાંજાને લાયસન્સ આપવામાં આવશે નહીં. કાયદો બને તો તેનું સન્માન કરો નહીંતર છૂટ આપો. ગાંજાને કાયદેસર બનાવવાની હિમાયત કરતા તેમણે કહ્યું કે, લોકો કહે છે કે તેને પીવાથી ભૂખ વધે છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે, તેથી અમારી માંગ છે કે તેને કાયદાનો દરજ્જાે આપવામાં આવે. અફઝલ અંસારીએ કહ્યું, કુંભમાં ગાંજાથી ભરેલી માલગાડી મોકલો, તે ખાઈ જશે.

ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીએ ઉત્તર પ્રદેશ સરકારની આબકારી નીતિ પર અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે બિહારમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં, આબકારી વિભાગે બિહારના સરહદી વિસ્તારોમાં ઘણી દારૂની દુકાનોને લાયસન્સ આપી દીધા છે, આવી સ્થિતિમાં પ્રથમ પગલાં લેવા જાેઈએ. બિહારના સરહદી વિસ્તારોમાં જે દુકાનો ખોલવામાં આવી છે તેમના લાયસન્સ રદ કરવા આ સમસ્યાના ઉકેલ માટે પગલાં લેવા જાેઈએ. યુપીની યોગી સરકાર પર પ્રહાર કરતા અફઝલ અંસારીએ કહ્યું, તમારા બાબા મુખ્યમંત્રીને કહો કે નવી દારૂની દુકાનો બંધ કરાવો. એક તરફ અફઝલ અંસારી ગાંજાને કાયદેસર કરવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ તેમણે દારૂનો વિરોધ કરતા કહ્યું કે, કયા ધર્મમાં દારૂની દુકાનો વિસ્તારવી જાેઈએ તેવું લખેલું છે.

Follow Me:

Related Posts