fbpx
રાષ્ટ્રીય

યુપીના પોલીસ કોન્સ્ટેબલની રજા અરજી વાયરલ થઈ રહી છે

ઉત્તરપ્રદેશના બલિયા જનપદમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની રજાની અરજી વાયરલ થઈ ગઈ છે. કોન્સ્ટેબલે લગ્નને સાત મહિના થઈ ગયા હોવા છતાં હજુ કોઈ ખુશખબરી મળી નથી, આ કારણોસર ૧૫ દિવસની રજા આપવા વિનંતી કરી છે. કોન્સ્ટેબલની રજા માટેની આ અરજી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. જિલ્લાની ડાયલ ૧૧૨માં તૈનાત ગોરખપુરના પોલીસ કોન્સ્ટેબલે આ અરજી આપી છે. આ રજાની અરજીમાં પોલીસ જવાને અધિકારીને જણાવ્યું છે કે, ‘મહોદય, રજા માંગનારના લગ્નને સાત મહિના થઈ ગયા છે, હજુ સુધી કોઈ ખુશખબરી મળી નથી.

મેડમ (પત્ની) એ ડોકટરની સલાહ અનુસાર દવા લીધી છે અને તેની સાથે રહેવાનું છે. રજા માંગનાર ઘરે રહેવાનો છે. આ કારણોસર પ્રાર્થીને ૧૫ દિવસની રજા આપવા વિનંતી. તમારી ખૂબ જ કૃપા રહેશે.’ ઉત્તરપ્રદેશ પોલીસ કાફલામાં આ રજા અરજી વાયરલ થયા બાદ ચર્ચાનો વિષય બની ગઈ છે. એક તરફ લોકો આ પ્રકારની અરજીની મજાક ઉડાવી રહ્યા છે, તો બીજી તરફ રજા આપવી કે નહીં તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. ઘણા પોલીસ કર્મચારીઓને ૨૪ કલાકની ડ્યુટી અને કામનું પ્રેશર હોય છે. કામના દબાણના કારણે પોલીસકર્મીને પરિવારજનોના લગ્ન સમારોહ અથવા અન્ય પ્રસંગમાં સામેલ થવા માટે રજા મળી શકતી નથી. પોલીસની નોકરીમાં માણસ પોતાના જીવનનો વધુ આનંદ માણી શકતા નથી.

તેણે દરેક સમયે ફરજ પર રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં મહિલા પોલીસને ખૂબ જ પરેશાની થાય છે. પોલીસ વિભાગમાં રજા ના મળવાને કારણે અનેક વાર લોકો નોકરી પડતી મુકી દે છે અથવા સ્યુસાઈડ જેવું ગંભીર પગલું પણ ભરી લે છે. સ્થાનિક વિસ્તારમાં તહેવાર અથવા સંવેદનશીલ પરિસ્થિતિના કારણે પોલીસ વિભાગમાં તમામ રજાઓ કેન્સલ કરી દેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પોલીસકર્મી સમાજ અને દેશહિતની જવાબદારી પૂર્ણ કરે છે, પરંતુ ઘર પ્રત્યેની જવાબદારી પૂરી કરી શકતા નથી.

બલિયા પોલીસ જવાનની આ અનોખી અરજી આ પ્રકારની પરિસ્થિતિ તરફ જ ઈશારો કરે છે. ઉત્તરપ્રદેશ પોલીસ પોલીસ વિભાગમાં મહિલાઓ માટે માતૃત્વ અને પુરુષો માટે પિતૃત્વ રજાની જાેગવાઈ છે. મહિલાઓને ૧૮૦ દિવસની અને પુરુષોને ૧૫ દિવસની રજા આપવામાં આવે છે. સમગ્ર નોકરી દરમિયાન આ રજા માત્ર બે વાર લઈ શકાય છે.

Follow Me:

Related Posts