ઉત્તર પ્રદેશ ભાજપ માં શોક અને દુખ ને લહેર, યુપીની મોરાદાબાદના ભાજપના ઉમેદવાર, ૭૨ ર્વષિય કુંવર સર્વેશ સિંહ નું અવસાન થતાં ગમગીની વ્યાપી ગઈ છે. મોરાદાબાદ બેઠક પર ૧૯ એપ્રિલે (શુક્રવાર) મતદાન થયું હતું. વોટિંગના બીજા દિવસે શનિવારે સાંજે ૬.૩૦ કલાકે નવી દિલ્હીની એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.
બિઝનેસમેન કુંવર સર્વેશ સિંહની ગણતરી યુપીના બાહુબલી નેતા તરીકે થતી હતી. દાંતમાં તકલીફ થતાં તેમણે સારવાર કરાવી હતી પરંતુ ત્યાર બાદ તબિયત બગડતાં દિલ્હી લઈ જવાયાં હતા જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. કુંવર સર્વેશ સિંહના પરિવારમાં પુત્ર સુશાંત સિંહ બિજનૌરની બાધાપુર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે.
Recent Comments