કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- ભાજપ સરકાર ખેડૂતો પર દ્ગજીછ (નેશનલ સિક્યોરિટી એક્ટ) લગાવશે, ખેડૂતોને ધમકાવશે, પરંતુ ખેડૂતોને સ્જીઁ નહીં આપે.
ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમા ખેડૂત ૯૦૦-૧૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું નુકશાન ઉઠાવીને પાક વેચવા માટે મજબૂર છે. આ અન્યાય છે. સ્જીઁ ખેડૂતોનો હક છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ સંપૂર્ણ તાકાત સાથે ખેડૂતોના હક માટે લડત લડશે. ખરેખરમાં, પ્રિયંકાએ ેંઁના છડ્ઢય્ લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારના નિવેદન સામે પલતવાર કર્યો છે. સોમવારે ખેડૂતોએ લખીમપુર હિંસાને લઈને રેલ રોકો આંદોલન કર્યું હતું. આ અંગે છડ્ઢય્પ્રશાંત કુમારે કહ્યું હતું કે જાે કોઈ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાનો પ્રયત્ન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. દ્ગજીછ પણ લાદવામાં આવશે. પ્રિયંકા ગાંધીએ શાહજહાંપુર જીલ્લામાં કોર્ટ પરિસરની અંદર એક વકીલની હત્યા બાબતે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજકાલ ઉત્તરપ્રદેશમાં કોઈ જ સુરક્ષિત નથી. પછી ભલે તે મહિલાઓ હોય કે, પછી ખેડૂતો હોય અથવા તો પછી કોઈ વકીલ પણ કેમ ન હોય.પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે ેંઁમાં સામાન્ય જનતાની સુરક્ષા કોઈ કરતું નથી. આજે ેંઁ સત્તાનું નામ તે છે કે તમે ખુલ્લેઆમ લોકોને કચડી શકો છો. મહિલાઓ આ બધુ બદલી શકે છે. પ્રિયંકાએ કહ્યું હતું કે દેશને ધર્મના રાજકારણમાંથી બહાર કાઢીને આગળ લઈ જવાનો છે, માટે મહિલાઓએ પોતે આ કામ કરવું પડશે. આજે ેંઁમાં અવાજ ઉઠાવનારાને મારવાની અને કચડી નાખવાની રાજનીતિ થઈ રહી છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મહિલાઓને ૪૦% ટિકિટ આપશે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું કે આ ર્નિણય તમામ પીડિત મહિલાઓ સાથે ન્યાય કરશે. આ ર્નિણય તે તમામ મહિલાઓ માટે છે, જે ઉત્તર પ્રદેશમાં પરિવર્તન ઇચ્છે છે, રાજ્યએ આગળ વધવું જાેઈએ. પ્રિયંકાએ એક નવો નારો પણ આપ્યો, ‘મહિલા છું લડી શકું છું’ મહિલાઓને ૪૦% ટિકિટ આપવાની જાહેરાત કરતાં કોંગ્રેસ યુપીની કુલ ૪૦૩ વિધાનસભા બેઠકોમાંથી ૧૬૧ પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. કોંગ્રેસે ભલે મહિલાઓને ૪૦% ટિકિટ આપવાની જાહેરાત કરી હોય, પરંતુ તેમાં નેતાઓના પરિવારની મહિલાઓનો જ દબદબો રહેવાની શક્યતાઓ છે. સ્વયં પ્રિયંકા ગાંધીએ પણ પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પરિવારવાદનું સમર્થન કર્યું હતું. જ્યારે તેમણે સવાલ પુછવામાં આવ્યો કે કોંગ્રેસે ૪૦% મહિલાઓને ટિકિટ આપવાની જાહેરાત કરી છે, પરંતુ દરેક પ્રભાવશાળી નેતા પોતાના પરિવારની મહિલાને જ ટિકિટ અપાવવા માટે લોબિંગ કરશે. આ મામલે પ્રિયંકાએ કહ્યું હતું કે તેમાં કોઈ વાંધો નથી. પ્રિયંકાએ કહ્યું હતું કે જ્યારે હું ૨૦૧૯માં ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ આવી હતી, ત્યારે પ્રયાગરાજ યુનિવર્સિટીની કેટલીક છોકરીઓ મને મળી હતી. તેમણે કહ્યું કે છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ નિયમો છે. ત્યારબાદ અમે આ ર્નિણય લીધો છે. આ ર્નિણય ઉન્નાવની તે છોકરી માટે છે, જેને સળગાવીને મોતને ઘાટ ઉતારાઈ. આ ર્નિણય હાથરસની તે છોકરી માટે છે, જેને ન્યાન ન મળ્યો. પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે ‘મને લખીમપુરમાં એક છોકરી મળી હતી. તેણે કહ્યું મે માટે વડાપ્રધાન બનવું છે. અમારો ર્નિણય તેના માટે છે. આ ર્નિણય સોનભદ્રની તે મહિલા માટે છે, જેણે લોકો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો. આ ર્નિણય ેંઁની દરેક મહિલા માટે છે જે આગળ વધવા માંગે છે. પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે અને પરીવર્તન લાવવા માંગે છે.
Recent Comments