fbpx
સૌરાષ્ટ - કચ્છ

યુપીમાં રહેતા પ્રેમીને પરણવા સાયકલ પર નીકળેલી યુવતીને અભયમની ટીમે મનાવી

રાજકોટમાં રહેતી સોહાના અને યુપીમાં રહેતા શુભમ વચ્ચે પ્રેમસંબંધ હતો. શુભમ સાથે લગ્ન કરવા માટે સોહાના કારખાને જવાનું બ્હાનું આપીને પોતાના ઘરેથી સાઇકલ લઈને નીકળી ગઇ હતી. ૧૮૧ની ટીમને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને બચાવવા માટે સ્થળ પર પહોંચ્યા ત્યારે યુવતીએ પોતાના સાવકા પિતા તેને હેરાન કરતા હોવાનું બહાનું આપ્યું હતું. યુવતીને મનાવતા ૧૮૧ની ટીમને ૩.૩૦ કલાકનો સમય નીકળી ગયો હતો.

૧૮૧ના કાઉન્સેલર શીતલબેનના જણાવ્યાનુસાર શનિવારે તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, આજી ડેમ નજીક આવેલ શીતળા માતાના મંદિરે એક યુવતી બપોરના ૩.૦૦ વાગ્યે એકલી બેઠી છે. ૧૮૧ની ટીમ સ્થળ પર પહોંચીને યુવતી સાથે વાતચીત કરી. વાતચીત દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, તે યુપીમાં રહેતા એક યુવકને પ્રેમ કરે છે, પરંતુ તેના માતાપિતા તેના લગ્ન બીજે કરાવી દેશે. તેની માતાએ બીજા લગ્ન કર્યા છે.

તેથી તેના પિતાએ તેની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આથી તે કંટાળીને તેના ઘરેથી મંદિરે આવી ગઇ છે.યુવતીના માતાપિતાએ ૧૮૧ની ટીમને એવું કહ્યું હતું કે, જાે તેમને જણાવ્યું હોત તો તેને ગમતા છોકરા સાથે લગ્ન કરાવી દેત. જ્યારે ૧૮૧ની ટીમે યુવતીના પિતા પાસેથી હેરાન નહિ કરવાની લેખિતમાં ખાતરી પણ માગી હતી. જ્યારે યુવતીને આ રીતે ઘરેથી બહાર નહીં જવા માટે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts