રાષ્ટ્રીય

યુપી વિધાનસભામાં નમાઝ માટે રૂમ ફાળવતા બિહારમાં હનુમાન ચાલીસાની છુટની માગ

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ પ્રાર્થના કે નમાઝ માટે અલગ જગ્યા ફાળવવામાં આવે છે તો આવું વિધાનસભા પરીસરમાં કરવામાં શું વાંધો છે? જ્યારે બીજી તરફ બિહારના ભાજપના ધારાસભ્ય હરી ભુષણ ઠાકુર બચૌલે માગણી કરી છે કે વિધાનસભા પરીસરમાં અલગ રૂમ ફાળવીને જાે નમાઝ પઢવાની અનુમતી આપવામાં આવતી હોય તો વિધાનસભામાં અમને હનુમાન ચાલીસાના પાઠ કરવાની અનુમતી આપવામાં આવે. તેમણે ઝારખંડ સરકારના ર્નિણય પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે જાે આવી છૂટ મળતી હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરવાની પણ છુટ આપો. ઝારખંડ વિધાનસભાથી શરૂ થયેલો આ વિવાદ હવે ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી પહોંચ્યો છે. નેતાઓ વિધાનસભાને ધર્મનો અખાડો બનાવવા માગતા હોય તેમ વિચિત્ર માગણીઓ કરવા લાગ્યા છે. જ્યારે પ્રજાની મૂળભૂત સમસ્યાઓ એવી ને એવી જ છે જેના પર નેતાઓનું ધ્યાન ઓછુ જઇ રહ્યું છે.ઝારખંડ વિધાનસભાના પરિસરમાં એક રૂમ નમાઝ માટે ફાળવવામાં આવ્યો છે. જેને પગલે હવે અન્ય રાજ્યોમાં પણ વિધાનસભામાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ ઉઠવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઇર્ફાન સોલંકીએ માગણી કરી છે કે ઝારખંડની જેમ ઉ. પ્રદેશ વિધાનસભામાં પણ એક રૂમ નમાઝ માટે ફાળવવામાં આવે. ઇર્ફાન સોલંકીએ વિધાનસભાના સ્પીકરને પત્ર લખીને કહ્યું છે કે ધારાસભ્ય હોવાને કારણે હું માગણી કરૂ છું કે મુસ્લિમ ધારાસભ્યો માટે નમાઝ પઢવા માટે વિધાનસભા પરિસરમાં એક રૂમ ફાળવવામાં આવે. ઝારખંડ વિધાનસભામાં જે રીતે સરકારે આ સુવિધા આપી તેવી જ સુવિધા અહીં પણ આપવામાં આવે. સ્પીકરે મારી માગણીઓ અંગે વિચારવું જાેઇએ.

Related Posts