સિંગાપુર નિફટીમાં ૩૫૦ પોઈન્ટનો ઈન્ટ્રા-ડે કડાકો, હેંગસેંગ ૫૫૦ પોઈન્ટ તૂટયો ઃ
મહોરમ નિમિતે ભારતીય શેર બજારો ગુરૂવારે બંધ રહ્યા હતા. પરંતુ વૈશ્વિક બજારોમાં આજે અનેક નેગેટીવ પરિબફ્રો, સમાચારોએ આજે-ગુરૂવારે સાવર્ત્રિક કડાકો બોલાઈ ગયો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કર્યા બાદ અત્યારે અંધાધૂંધીની પરિસ્થિતિ વચ્ચે તાલિબાન દ્વારા ભારત સાથેના તમામ દ્વિપક્ષી વેપારને અટકાવી દેવાતાં અને ફરી ભારતમાં આતંકવાદ વધવાના ફફડાટે ભારતને ફટકો પડવાના અંદાજાે વચ્ચે આજે સિંગાપુર એસજીએક્સ નિફટીમાં ઈન્ટ્રા-ડે ૩૫૦ પોઈન્ટ જેટલો કડાકો બોલાઈ જઈ નીચામાં ૧૬૨૩૬ના તફ્રીયે આવી ગયો હતો. જે સાંજે આ લખાય છે ત્યારે ૨૪૫ પોઈન્ટનો ઘટાડે ૧૬૩૨૬ નજીક બોલાઈ રહ્યો હતો.
જેના કારણે આવતીકાલે-શુક્રવારે બજાર ખુલતાંની સાથે ધબડકો બોલાઈ જવાનો ફફડાટ જાેવાઈ રહ્યો હતો. ભારતમાં આજે મહોરમ નિમિતે શેર બજારો બંધ રહ્યા સામે વૈશ્વિક બજારોમાં કોમોડિટીઝ થી લઈ શેર બજારોમાં બોલાઈ ગયેલા કડાકા અને જીઓપોલિટિકલ પરિસ્થિતિને લઈ મોટી ચિંતા ઊભી થઈ હોઈ અફઘાનિસ્તાન સહિતના દેશોને નિકાસ-આયાત બંધ થતાં આર્થિક મોરચે ફટકો પડવાના એંધાણે આવતીકાલે ભારતીય શેર બજારોમાં મોટાપાયે ધોવાણના સંકેત મફ્રી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા મીનિટ્સમાં હવે ફેડરલ રિઝર્વ સ્ટીમ્યુલસમાં ઘટાડો કરશે એવા અપાયેલા સંકેત અને ચાઈના દ્વારા નવા આકરાં નિયમનો લાદીને ટેકનોલોજી કંપનીઓને અંકુશમાં લેવાતાં અલીબાબા સહિતના શેરોમાં ગાબડાં પડતાં અને હોંગકોંગ પર નિયંત્રણો લાદવામાં આવી રહ્યા હોઈ હોંગકોંગના શેર બજારોમાં કડાકા સાથે હેંગસેંગ ૫૫૦ પોઈન્ટ તૂટયો હતો.આ સાથે એશીયાના દેશોના બજારોમાં જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૦૫ પોઈન્ટ તૂટયો હતો. યુરોપના દેશોના બજારોમાં પણ ફરી કોરોના ડેલ્ટા સંક્રમણમાં થવા લાગેલા વધારાને લઈ ચિંતા સાથે ફરી લોકડાઉનની સ્થિતિ ઊભી થતાં ફંડોએ ઓલ રાઉન્ડ કડાકો બોલાવી દીધો હતો.
યુરોપના દેશોના બજારોમાં આજે સાંજે લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૧૪૫ પોઈન્ટનો કડાકો, જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ ૨૮૮ પોઈન્ટનો કડાકો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૬૫ પોઈન્ટનું ધોવાણ બતાવતાં હતા. અમેરિકી શેર બજારોમાં ગઈકાલે ડાઉ જાેન્સ ઈન્ડેક્સ ૩૮૨ પોઈન્ટ તૂટયા સાથે ફયુચર્સમાં ૧૫૦ પોઈન્ટનો આજે ઘટાડો બતાવતાં હતા, જ્યારે નાસ્દાક ઈન્ડેક્સમાં ૩૩૦ પોઈન્ટના ઘટાડા બાદ આજે સાંજે ૧૦૫ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.


















Recent Comments