ગુજરાત

યુવકને કેનાલમાં ધક્કો મારીને મોત નિપજાવનાર મામલે ખુનના ગુનાનો ભેદ ઉકેલાયો

દશેક દિવસ અગાઉ દહેગામથી ગુમ થયેલ યુવકની તપાસ દરમ્યાન તેની લાશ અડાલજ કેનાલમાંથી, તેની ગાડી સળગી ગયેલ હાલતમાં નિકોલ પો.સ્ટે.ની હદમાંથી મળી, જે સમગ્ર બાબતનો પર્દાફાશ કરી આ યુવકનું કેનાલમાં ધક્કાે મારી તેનું મોત નિપજાવનાર અને ત્યાર બાદ તેની કાર સળગાવનાર તેના જ આરોપી મિત્રને પકડી પાડી ખુનના ગુન્હાનો ભેદ ગાંધીનગર એલ.સી.બી ટીમ  દ્વારા ઉકેલવામાં આવ્યો છે. 

દહેગામ પોલીસ સ્ટેશનમાં ગઇ તા. ૬/૫/૨૦૨૨ નારોજ જાણવા જોગ દાખલ થયેલ જે હકીકત જોતા પાર્થ કમલેશભાઇ ઠાકોર નામનો યુવક જે દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામનો રહેવાસી હોઇ અને તા. ૪/૫/૨૦૨૨નારોજ રામોલ જવાનું કહી પોતાની સ્વીફટ ગાડી નંબર- જી.જે-૧૮ એએચ ૯૨૭૮ી લઇ નિકળેલ અને પરત આવેલ નહીં.

ત્યાર બાદ આ ગુમ થનાર પાર્થ ઠાકોરની ઉપરોકત સ્વીફટ ગાડી તા. ૬/૫/૨૦૨૨ નારોજ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સળગી ગયેલ હાલતમાં મળી આવતા નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા જાણવા જોગ દાખલ કરવામાં આવેલ અને તેજ દિવસે ઉપરોકત ગુમ થનાર યુવકની લાશ અડાલજ પોસ્ટે. ની હદમાં અમીયાપુર ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાંથી મળી આવતા જે બાબતે અડાલજ પો.સ્ટે. દવારા અકસ્માત નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.

યુવક ગુમ થયા બાદ તેની કાર સળગેલી હાલતમાં નિકોલ પો.સ્ટે.ની હદમાંથી મળેલ અને તેની લાશ અડાલજ પો.સ્ટે.ની હદમાંથી મળેલ જે તમામ બાબત શંકા ઉપજાવે તેવી હોવાથી ગાંધીનગર રેન્જ આઇ.જી.પી અભય ચુડાસમા તથા જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દૂગ્ગલનાઓએ આ બાબતે ઉડાણ પૂર્વક તપાસ હાથ ઘરવા અને આ સમગ્ર બાબતેનો ભેદ તાત્કાલીક ઉકેલવા સારૂ જરૂરી સુચના આપા હતી.

એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર એચ.પી ઝાલાની ટીમના પો.સ.ઇ  વી.કે રાઠોડ, અનુપસિંહ બળવંતસિંહ, પો.કો દિગ્વીજયસિંહ ફુલુભા, પો.કો જીગ્નેશકુમાર કનુભાઇ, પો.કો ધીરેન્દ્રસિંહ બહાદુરસિંહ, એલ.આર દિગ્વીજયસિંહ હરીસિંહ વિગેરે માણસો જે જગ્યાએથી લાશ મળેલ અને જે જગ્યાએથી સળગી ગયેલ ગાડી મળેલ તે સ્થળે ટેકનીકલ સોર્સ તેમજ આસપાસના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરેલ તે દરમ્યાન સી.સી.ટી.વી. ફુટેજકમાં એક એકટીવા ચાલકની હીલચાલ શંકાસ્પદ જણાતા વધુ પૂછતાછ કરતા આમ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. 

Related Posts