ભાવનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા રમત ગમત કચેરી ભાવનગરના ઉપક્રમે શિશુવિહાર સંસ્થા પ્રાંગણ માં તા.૨૫ સ્પટેમ્બર ના રોજ ભાવનગર જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષા એ યુવા ઉત્સવ સ્પર્ધા યોજાઇ..જેમાં ૯૭૧ થી વધુ વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો..ભાવનગર જિલ્લા અને શહેરી વિસ્તાર ના વિદ્યાર્થીઓ પોતાની કલા ને પ્રદર્શિત કરી અને રાજ્ય સ્તરે પહોંચી શકે તે માટેના આયોજન પ્રસંગે અભિનય, સમૂહ ગીત , કાવ્ય લેખન , નિબંધ લેખન , લોકગીત , ભજન પ્રકારે વિવિધ ૩૩ ઇવેન્ટ યોજાઇ.જેનું સમગ્ર સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ મેસવાણિયા એ કર્યું હતું…શિશુવિહાર સંસ્થાના આંગણે યોજાયેલ કુંભમેળા માં ઉપસ્થિત રહેલ વિદ્યાર્થીઓને સંસ્થા પરિસર ની પ્રવૃત્તિઓ ઉપરાંત ‘ બાળ આરોગ્ય સૂત્ર ‘ નામે રસોડામાં વપરાતા ઓસડિયાઓ દ્વારા તંદુરસ્ત રહેવા માર્ગદર્શન આપતી પુસ્તિકા ભેટ આપવામાં આવી…
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર રમત ગમત કચેરી ભાવનગરના ઉપક્રમે શિશુવિહાર ખાતે યુવા ઉત્સવ સ્પર્ધા યોજાઇ.

















Recent Comments