ગુજરાત

યુવતીને લગ્નની લાલચ આપી કેનેડા લઇ જવાના સપના બતાવી યુવકે વાસના ભોગવી તરછોડી

પાંડેસરામાં એક પ્રસિદ્ધ હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવનારે ભેસ્તાનની ૨૪ વર્ષીય યુવતીને લગ્ન કરીને કેનેડા લઇ જઇ ત્યાં જ સ્થાયી થવાના ઊંચા ઊંચા સપના બતાવી શારિરીક સંબંધ બાંધી તરછોડી દેવાનો આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. ભોગ બનનાનર પીડિતાએ આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભેસ્તાન શ્રમ વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીનો પાંડેસરામાં ભાડાની જગ્યામાં જાણીતી હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવતા મૂળ બનાસકાંઠા માહી ગામના અને હાલ ભેસ્તાનની મારૂતિ નંદન સોસાયટીમાં રહેતા મહેશ હીરા ચૌધરી સાથે વર્ષ ૨૦૧૯માં પરિચય થયો હતો. યુવતી પોતે એક હોટલમાં નોકરી કરતી હોવાથી આરોપી મહેશ ચૌધરીની ત્યાં અવર જવર વધતા બંને એકબીજા ગાઢ સંપર્કમાં આવ્યા હતા.
મહેશે યુવતીને લગ્નની લાલચ આપી કેનેડામાં સ્થાયી થઇ ત્યાં જ હોટલ ચાલુ કરવાના સપના બતાવી શારિરીક સંબંધ બાંધ્યા હતા. યુવતીને તેની સાથે લગ્ન કર્યા બાદ કેનેડા સ્થાયી થવાનુ કહ્યું હતુ. યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી પાંડેસરાની હોટલમાં તેમજ ગોવાની સનસીટી રિસોર્ટમાં શારીરક સંબંધો બાંધ્યા હતા. દરમ્યાન યુવતી ગર્ભવતી બનતા મહેશે તેને સમજાવી ફોસલાવી ગર્ભપાત કરાવ્યો હતો.

યુવતીની લગ્ન કરવાની વાત કરે ત્યારે મહેશ ગલ્લા તલ્લા કરતો હતો. ૨૦મી મેના દિવસે મહેશે તેના પિતા બીમાર હોવાનું કહીને બનાસકાંઠા ગયો હતો ત્યાર બાદ ત્યાંથી પરત ફર્યો ન હતો અને તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો.યુવતીએ મહેશ ચૌધરી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts