fbpx
ગુજરાત

યુવતીનો પોલીસ કમિશનર કચેરીમાં આપઘાતનો પ્રયાસ

શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં ગત મહિને નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના આરોપીએ ધરપકડ ટાળવા આગોતરા જામીન મેળવી પોલીસ સમક્ષ હાજર થયા બાદ બદલો લેવાના ઈરાદે ફરિયાદી યુવતીના અંગત પ?ળોના ફોટા અને ચેટિંગ સો.મીડિયામાં વહેતા કરી દીધા હતા. આ ઘટનાથી ક્ષુબ્ધ બની ગયેલી યુવતીએ મંગળ?વારે પોલીસ કમિશનર કચેરીમાં શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે ફરજ પરના પોલીસકર્મીઓએ તેને રોકી પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના વર્ણવતા પોલીસે તેને સમજાવી મહિલા પોલીસને સોંપી હતી. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે વધુ એક ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને એક દિવસના રિમાન્ડ પર લીધો હતો.

જમાલપુર વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી દાણીલીમડાના એક કોમ્યુટર ક્લાસીસમાં ટેલીનો કોર્સ શીખવા જતી હતી. આ ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ જગદીશભાઈ મહેતા(ઉ.વ.૪૦, રહે. ગોલ્ડ કોસ્ટ રેસીડેન્સી, વસ્ત્રાલ) સાથે યુવતીનો સંપર્ક થયો હતો. બાદમાં યુવતીને પોતાની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી આપવાની વાત કરી હોવાથી યુવતી ત્યાં નોકરી કરવા લાગી હતી. જાે કે ભાવેશ મહેતાએ યુવતીને બે મહિના સુધી કોઈ કામ કરાવ્યું ન હતું. એક દિવસ બપોરના સમયે યુવતી ઓફિસમાં એકલી હતી ત્યારે ભાવેશે બળજબરી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. બીજી બાજુ ભાવેશની આ હરકતથી યુવતી અર્ધ બેભાન થઈ ગઈ હતી.

યુવતી ભાનમાં આવી ત્યારે આ અંગે તેના પરિવારને જાણ કરવાની વાત કરી ત્યારે ભાવેશે તેના ફોનમાં નગ્ન ફોટા અને વીડિયો ઉતાર્યા હોવાનું જણાવીને વહેતા કરવાનું કહી બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી યુવતીએ આ અંગે કોઈને જાણ કરી ન હતી. બીજી બાજુ યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવી ભાવેશ અવાર નવાર દુષ્કર્મ ગુજારતો હતો. જેથી તંગ આવેલી યુવતીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી.
બાદમાં ગત ૧૧ જુનના રોજ ખોખરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ભાવેશ મહેતાના વિરુદ્ધમાં દુષ્કર્મ સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી ભાવેશ મહેતા આગોતરા જામીન મેળવી લીધા બાદ ખોખરા પોલીસમાં હાજર થયો હતો. દરમિયાન યુવતીએ નોંધાવેલી ફરિયાદનો બદલો લેવા માટે આરોપી ભાવેશ મહેતાએ યુવતીના ફોટા તથા તેની સાથે કરેલી ચેટિંગ તેના તમામ સગાવ્હાલા અને મિત્રોને મોકલી દીધા હતા. આ જાેઈને યુવતીના હોશ ઉડી ગયા હતા અને તેને મનમાં લાગી આવ્યું હતું.

Follow Me:

Related Posts