યુવા કોંગ્રેસે ગુજરાત માંગે રોજગાર અભિયાન કાર્યક્રમો શરૂ કર્યા
ભાજપ સરકારના દિશાવિહીન વહીવટનો સતત ભોગ ગુજરાતનો યુવાન બની રહ્યો છે. કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસને બદલે ભાજપ સરકારે ભ્રષ્ટાચારમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે.સમગ્ર દેશના યુવાનો વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટીટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ, માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમ થી ૧૧ વિવિધ સેક્ટરના ઈન્ડિયા સ્કીલ રીપોર્ટ-૨૦૨૨માં સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-૧ના માત્ર જાહેરાતો કરતી ભાજપ સરકારના દાવાના પરપોટા ફૂટી ગયા. જેના માટે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી નિતિ જવાબદાર છે.
સ્કીલ રીપોર્ટ-૨૦૨૨માં વિદ્યાર્થીઓની રસરૂચી, નોકરી આપનારની જરૂરિયાત, કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. રાજ્યમાં યુવાનોને રોજગારમાં વેતન ઓછુ મળી રહ્યું છે. રૂ. ૨ લાખ કરતાં વધુ પગાર આપી શકે તેવી વ્યવસ્થા ધરાવતા ટોપ–૫ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. ઓ બેન્કિંગ ફાઈનાન્સ સર્વિસ, ઈન્સ્યોરન્સ, બીપીઓ, કેપીકેઓ, આઈટીઇએસ, ઓઈલ, ગેસ પાવર, સ્ટીલ, એન્જીનીયરીંગ, ઓટોમેટીવ, ઓટોમોબાઈલ, એફએમસીજી, હોસ્પિટાલીટી, ટુર્સ-ટ્રાવેલ્સ, સોફ્ટવેર, ટેલીકોમ સહિતના ૧૧ થી વધુ સેક્ટરમાં યુવાનો માટે પસંદગીના રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ પાંચ રાજ્યોમાં સમાવેશ થયો નથી. ભાજપ શાસકોના છેલ્લા ૨૭ વર્ષના દિશાવિહીન, સાતત્ય વિનાની નીતિ, શિક્ષણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગુણવત્તાનો અભાવના પરિણામે ગુજરાતના યુવાનો સામે મોટો પડકાર ઉભો થયો છે. રાજ્યના શિક્ષણ વિભાગ, શ્રમ-રોજગાર વિભાગે ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ ‘કૌશલ્ય’ પ્રાપ્ત કર્યું હોવાથી ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં થઈ રહ્યાં છે.
ગુજરાતના ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં યુવાનોને કૌશલ્ય પ્રાપ્ત કરવાને બદલે આઉટસોર્સિંગ એજન્સીના નામે ભાજપ સરકારના મળતિયાઓ મજા કરી રહ્યાં છે. દર વર્ષે સ્કીલ ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાના નાણા ફાળવવા અને જાહેરાતો કરતી ભાજપ સરકાર ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે.ગુજરાતમાં બેરોજગાર યુવાનોના આક્રોશને વાચા આપવા માટે યુવા કોંગ્રેસે આજથી “ગુજરાત માંગે રોજગાર” અભિયાન અંતર્ગત ચાર ચરણમાં કાર્યક્રમો શરૂ કર્યાં છે. આજથી રાજ્યના તમામ જીલ્લાઓમાં યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. યુવા કોંગ્રેસ દ્વારા તારીખ ૧૦મી જુલાઈ થી ગુજરાતની તમામ વિધાનસભામાં બેરોજગાર સભાનું આયોજન કરવામાં આવશે અને ‘રોજગાર માંગ પત્ર’ ફોર્મ ભરાવવામા આવશે. આ અંગે કોંગ્રેસે સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા વાળા દેશના ટોપ પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી એવો આક્ષેપ કર્યો છે.
Recent Comments