યુવા ભાજપ અને ગોવર્ધન ગૌશાળા દ્વારા વડિયા માં રવિવારે નીઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દી નારાયણની કરાઈ સેવા
પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકાયો
જેતપુર ના નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા અપાઈ સેવા
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા માં સેવાકીય પ્રવુતિઓ સાથે સંકળાયેલી સંસ્થા ગોવર્ધન ગૌ શાળા અને યુવા ભાજપ દ્વારા સવારે 9 થી 1 વાગ્યાં સુધી નીઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નુ વડિયા સરકારી હોસ્પિટલ માં આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પ માં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો.આ સર્વે રોગ નિદાન કેમ્પ માં જૂનાગઢ અને જેતપુર ના નામાંકિત ડોક્ટરો ની ટીમ દ્વારા જનરલ રોગ, ચામડીના રોગ, બાળ રોગ, સ્ત્રી રોગ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.સમગ્ર વડિયા વિસ્તાર ના ગામડાઓ માંથી મોટી સંખ્યા માં દર્દીઓ ઉપસ્થિત રહી આ કેમ્પ નો લાભ લીધો હતો. આ તકે ગોવર્ધન ગૌશાળા દ્વારા આ સર્વેરોગ નિદાન કેમ્પ સાથે જોડાયેલ કાર્યકર અને ડોક્ટર અને અન્ય લોકોનું પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પ માં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ,, સરપંચ મનિષ ઢોલરીયા, ના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અને સેવા હી સંગઠન ના સૂત્ર ને સાર્થક કરી દર્દી નારાયણ ની સેવા કરવાનો અવસર ઉભો કરી સેવા કરી હતી.
Recent Comments