અમરેલી

યૂગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજ ચલાલાનું બી.સી.એ.નું ૧૦૦% પરિણામ

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજનું બી.સી.એ. (કમ્પ્યુટર સાયન્સ) સેમેસ્ટર -૧ માં ૧૦૦% પરિણામ આવ્યું. જેમાં પ્રથમ ધાધલ નિરાલી, દ્રિતીય મુંધવા રીનલ, તૃતીય સોલંકી ખ્યાતી તેમજ બધી વિદ્યાર્થીનીઓ ડીસ્ટિકશન અને ફર્સ્ટ ક્લાસ પરિણામ મેળવીને ગાયત્રી પરિવાર તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થીનીઓને પૂ.શ્રી.ડો. રતીદાદાએ આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ ડાયરેક્ટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા અને આચાર્ય શ્રી શીતલબેન મહેતા તેમજ સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વર્ષ ૨૦૨૪માં દીકરીઓ માટે B.A., B.com, B.C.A અને B.P.E.S. માં એડમીશન કાર્ય શરુ છે તો આજે જ હરિબા મહિલા કોલેજ, ધારી રોડ, – ચલાલા મો. ૯૪૨૭૭૪૩૮૧૭, ૯૪૨૯૮૩૮૦૧૭, ૯૫૮૬૯૦૫૬૧૩નો સંપર્ક કરવા જણાવાયું છે.

Related Posts