યૂપિએલ લિમિટેડ, યુનીમાર્ટ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે અતિ આધુનિક ડ્રોન સ્પ્રેની સેવાઓ શરૂ કરાઈ .

યુનીમાર્ટ કે જે યુપીએલ લિમીટેડ નું એક ફાર્મર એડવાયઝરી અને સોલ્યુશન સેન્ટર છે. જેનો મુખ્ય ઉદ્દેશ એડવાન્સ ટેકોલોજી દ્વારા ખેડૂતોનું ઉત્પાદન વધારવું અને ખર્ચમાં ઘટાડો કરવો. તેની સાથે ખેડૂતોને માટી પરીક્ષણથી લઈને પાક વેચાણ સેવાઓ આપીને ખેડૂતોના જીવનસ્તર વધારવાનો છે. જેની માટે યુપિએલ લિમિટેડ, યુનીમાર્ટ અને ગુજરાત સરકાર સાથે જોડાઈને આધુનિક ઉકેલો સાથે કૃષિને સશક્ત બનાવવાના હેતુથી, ટીમ યુનિમાર્ટે ગુજરાતમાં ખેડૂતો માટે ડ્રોન છંટકાવની સેવાઓ શરૂ કરી.
આ નવીન સેવા એ પ્રદેશમાં અખરોટ, દાડમ, શેરડી, કપાસ અને અન્ય પાક ઉગાડતા ખેડૂતો માટે ઉપયોગી સહાય છે. યુનિમાર્ટ ગુજરાતના ખેડૂતો માટે 100 ડ્રોન સ્પ્રેયર્સ લાવવાનું આયોજન કરી રહી છે અને આ વર્ષ દરમિયાન લગભગ 1 લાખ ખેડૂતોને આવરી લેવાનો અને લગભગ 3 લાખ એકર જમીનને અસર કરવાનો હેતુ ધરાવે છે. ડ્રોન ના એકસરખા છંટકાવથી અમે પાણી, સમય અને દવાની બચત થાય છે. ઉપલેટા ડ્રોન ઉદઘાટન કાર્યક્રમ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. અને ડ્રોનનું ઉદઘાટન ખેતીવાડી અધિકારી , હરેશભાઇ ઘોરી, મેહુલભાઈ સોજીત્રા તાલુકા પ્રમુખ અતુલ ભાઈ દ્વારા કરવામાં આવ્યું
Recent Comments