યેદીયુરપ્પાના રાજ્યના પ્રવાસથી ભાજપ ચિંતિત
ભાજપ યેદીયુરપ્પાના ટ્રેક રેકોર્ડથી પણ સચિંત છે. ૨૦૧૩માં ભાજપથી જુદા પડી તેમણે પોતાનો પક્ષ રચ્યો હતો. તેથી લાભ કોંગ્રેસને મળ્યો હતો. ભલે તેમના તે નવરચિત પક્ષને બહુ ઓછી બેઠકો મળી હોય પરંતુ તેથી ભાજપનું સંખ્યાબળ તૂટી ગયું હતું. તેમના પક્ષે રાજ્ય વિધાનસભામાં પણ ભાજપનો ખેલ બગાડી નાખ્યો હતો. આ પછી ભલે તેઓ ભાજપમાં જાેડાયા પરંતુ હવે લગભગ પક્ષની સામે જ પડી ગયા હોવાથી ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને માટે મુશ્કેલી રૂપ તો બની જ રહેશે.કર્ણાટકના પુર્વ મુખ્ય મંત્રી બી.એસ. યેદીયુરપ્પા રાજ્યના વિવિધ વિસ્તારોના પ્રવાસે જનારા છે. તેઓની સાથે પ્રદેશ પ્રમુખ નલિનકુમાર કતીબને પણ તેઓ લઈ જશે. યેદીયુરપ્પાના આ પ્રસ્તાવથી ભાજપ હાઈકમાન્ડની ચિંતા વધી ગઈ છે. તેમને ચિંતા તે કોરી ખાય છે કે, યેદીયુરપ્પા તેમનાં પ્રવચનો દરમિયાન કૈં-ને-કૈં એવી અફડા-તફડી કરી નાખે, તો તેથી રાજ્યના નવા મુખ્યમંત્રી બસવરાજ મોબઈની મુશ્કેલીઓ વધી પણ જશે અને પક્ષનો ફજેતો પણ થઈ જશે. એમ પણ જાણવા મળ્યું છે કે યેદીયુરપ્પાની આ યાત્રાનો હેતુ પોતાના પુત્ર વિજેન્દ્ર માટે પણ સ્થાન બનાવવાનો હોઈ શકે.
તે સર્વ-વિદિત છે કે યેદીયુરપ્પાએ ૨૬મી જુલાઈએ, મુખ્યમંત્રી પદ ઉપરથી, પોતાનું ત્યાગપત્ર આપી દીધું છે. આ સંબંધે કેટલાક નિરીક્ષકોનું તેમ પણ કહેવું છે કે વાસ્તવમાં તેઓને ત્યાગપત્ર આપવા હાઈકમાન્ડે આદેશ આપ્યો હતો. જે પ્રમાણે ગુજરાતમાં બન્યું હતું. આથી જેમ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી જેમ નારાજ છે. તેમજ યેદીયુરપ્પા પણ પક્ષથી નારાજ થઈ ગયા છે. તે નારાજગીનું એક કારણ તે પણ છે કે તેઓને હજી સુધી પક્ષમાં કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી. નિરીક્ષકોના મતે યેદીયુરપ્પા પક્ષને ભારે પડી શકે તેમ છે. કારણ કે તેમના સમર્થકો પણ ઘણા છે. તેઓ લિંગાયતા સંપ્રદાયના વજનદાર નેતા છે. યેદીયુરપ્પા પોતાનો પ્રવાસ સ્વાતંત્ર્ય દિન પછી તુરત જ શરૂ કરવા માગતા હતા. પરંતુ પક્ષે તે પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. તેઓએ ગણેશ ચતુર્થીના દિવસથી જ પ્રવાસ શરૂ કરવા વિચાર્યું હતું તે સમયે વિધાનસભા સત્ર ચાલુ હોવાથી તે થઈ શકયું નહીં.
Recent Comments