યોગગુરુ બાબા રામદેવે અમેરિકામાં ડ્રાઇવર વગરની કારમાં કરી મુસાફરી
યોગગુરુ રામદેવે તાજેતરમાં અમેરિકાના પ્રવાસે હતા, જ્યાં તેમણે અત્યાધુનિક વાહનવ્યવહાર ડ્રાઇવર વિનાની કાર પર સવારીનો અનુભવ કર્યો. આનો એક વીડિયો તેમના ફેસબુક પેજ સ્વામી રામદેવ પર શેર કરવામાં આવ્યો છે. તેમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, સ્વામી રામદેવ અમેરિકાના કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં ડ્રાઇવર વિનાની કારમાં સવાર હતા. આ દરમિયાન સ્વામી રામદેવ કારની પાછળની સીટ પર બેઠેલા જાેવા મળ્યા હતા. રાઈડ દરમિયાન તેમણે ડ્રાઈવર વિનાની કારની વિશેષતાઓ પણ સમજાવી હતી.
આ વીડિયો ૧ ઓગસ્ટના રોજ સાંજે ૪ઃ૦૪ વાગ્યે શેર કરવામાં આવ્યો હતો, જે સમાચાર લખાય છે ત્યાં સુધીમાં ફેસબુક પર ચાર લાખથી વધુ વખત જાેવામાં આવ્યો હતો. લગભગ સાડા નવ હજાર ફેસબુક યુઝર્સે તેને લાઈક કર્યું અને નવસોથી વધુ યુઝર્સે કોમેન્ટ પણ કરી. વીડિયોની શરૂઆતમાં ભગવા કપડા પહેરીને કારની પાછળની સીટ પર બેઠેલા સ્વામી રામદેવ કહે છે કે “ચાલો હવે તમને એક નવો અનુભવ આપીએ.” આ ડ્રાઈવર વિનાની કાર છે અને તેમાં દીપક મારી સાથે છે. સ્વામી રામદેવ ફોર વ્હીલરમાં બેઠા કે તરત જ તેમણે કહ્યું કે કાર જગુઆર હતી. તેમણે આગળ કહ્યું, “આ ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે, અહીં દરેક જગ્યાએ ટ્રાફિક છે.” કૅમેરો કારના સ્ટિયરિંગ અને ડ્રાઇવરની સીટ બતાવે છે, જ્યાં કોઈ બેઠું નથી.
સ્વામી રામદેવ કહે છે, “સ્ટિયરિંગ બરાબર કામ કરી રહ્યું છે. જ્યારે જે બાજુ જવું હોય તે બાજુ ફરી જાય અને જ્યાં રોકાવાનું હોય ત્યાં અટકે. કાર સ્પિડ પણ પકડે છે. જ્યાં ભીડભાડનો વિસ્તાર હોય ત્યાં (કાર) ઓછી ઝડપે આગળ વધે છે.’ તેમણે કહ્યું કે લાલ લાઈટ આવે તો કાર અટકી જાય છે. જાે અચાનક સામેથી કોઈ વ્યક્તિ કે સાઈકલ આવે તો પણ કાર ઉભી રહે છે. તેમણે કહ્યું કે “આ જગુઆરની કાર છે, તેઓ આવી કોઈપણ કારને ડ્રાઈવર વિનાની બનાવી શકે છે.” કદાચ તેમાં ૧૬ કે ૨૦ કેમેરા છે. એક તેના પર ફરે છે.
આગળ, પાછળ, જમણી અને ડાબી બાજુ લગાવેલા છે અને તે ખૂબ જ સંવેદનશીલ કાર છે. તેમાં બેસવાનો અનુભવ સાવ અલગ છેપ” તેમણે કહ્યું કે જાે રસ્તો ખુલ્લો હોય અને કોઈ અવરોધ ન હોય તો કાર ઝડપી ગતિએ આગળ વધવા લાગે છે અને જાે કોઈ વાહન ઓવરટેક કરતી વખતે તેની સામે આવી જાય તો ડ્રાઈવર વિનાની કારની સ્પીડ થોડી ઓછી થઈ જાય છે, પરંતુ તેમ છતાં તેની સ્પિડ સારી રહે છે. સ્વામી રામદેવે કહ્યું કે, જ્યાં ખાલી જગ્યા હતી, (કાર) ૬૦ની સ્પીડથી ચાલી રહી હતી તેનો અંદાજ છે કે કાર ૧૦૦ની સ્પીડથી પણ જઈ શકે છે.” “હેન્ડલ એક સમજદાર ડ્રાઈવરની જેમ ફરે છે. સ્વામી રામદેવે એ પણ જણાવ્યું કે ત્યાંનો ગોલ્ડ ગેટ બ્રિજ ઘણો પ્રખ્યાત છે, જ્યાં તેઓ કાર દ્વારા ગયા હતા. મુસાફરીના અંતે, ડ્રાઇવર વિનાની કાર આપોઆપ યોગ્ય સ્થાન શોધીને અટકી જાય છે.
જાણકારી અનુસાર, ગૂગલે ૨૦૧૫માં પહેલીવાર જાહેર રસ્તાઓ પર સંપૂર્ણ રીતે ડ્રાઈવર વિનાની કારની સવારી આપી હતી. ડિસેમ્બર ૨૦૧૬માં પ્રોજેક્ટનું નામ બદલીને વેમો રાખવામાં આવ્યું હતું. ઑક્ટોબર ૨૦૨૦ માં, વાહનમાં સલામતી ડ્રાઇવરો વિના જાહેર જનતાને સેવા પૂરી પાડનારી ઉટ્ઠઅર્દ્બ પ્રથમ કંપની બની. વેમો હાલમાં ફોનિક્સ, એરિઝોના, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કોમાં વ્યાવસાયિક રોબોટેક્સી સેવાઓનું સંચાલન કરે છે અને ઓસ્ટિન, ટેક્સાસમાં નવી સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વેમો સ્ટેલાન્ટિસ, મર્સિડીઝ-બેન્ઝ ગ્રુપ એજી, જગુઆર લેન્ડ રોવર અને વોલ્વો સહિત અનેક ઓટોમેકર્સ સાથે ભાગીદારી ધરાવે છે. તમને જણાવી દઈએ કે આ સિવાય બીજી ઘણી કંપનીઓ ઓટોનોમસ વ્હીકલ ટેક્નોલોજી વિકસાવી રહી છે.
Recent Comments