ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુ એટલે કે રાજ અનડકટે શો છોડ્યાના સમાચાર આવ્યા હતા. હવે તાજેતરમાં રાજે જાતે આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં રાજે કહ્યું કે તે અત્યારે આ વાતને સ્સપેન્સ રાખવા માગે છે. સાથે જે તેણે કહ્યું કે યોગ્ય સમય આવવા પર તે પોતાના ફેન્સને અપડેટ આપશે. રાજ અનડકટને સવાલ કરવામાં આવ્યો કે તેણે કેમ શો છોડી દીધો છે. તેના પર તેણે કહ્યું, મારા ફેન્સ, મારી ઓડિયન્સ, મારા વેલ વિશર્સ, આ બધાને ખબર છે કે હું સસ્પેન્સ ક્રિએટ કરવામાં સારો છું.
હું સસ્પેન્સ બનાવવામાં એક્સપર્ટ છું. રાજને આગળ પૂછવામાં આવ્યું કે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સસ્પેન્સનો અંત ક્યારે કરીશ. એક્ટરે કહ્યું, જે પણ થશે, હું મારા ફેન્સને અપડેટ કરી દઈશ. જ્યારે યોગ્ય સમય આવશે, બધાને તેના વિશે ખબર પડી જશે. તેના પછી રાજને પૂછવામાં આવ્યું કે શું આ સમાચાર તેણે ડિસ્ટર્બ કરે છે તો તેણે કહ્યું, ના આ સમાચાર તેણે જરાય પરેશાન નથી કરતા અને ધીરજના ફળ મીઠા હોય છે. આ પહેલા મંદાર ચંદ્રવાડકર એટલે કે ભીડેને રાજના શો છોડવા વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું, હા તેણે થોડા હેલ્થ ઈશ્યુ છે અને તે ઘણા દિવસથી શૂટ પર નથી આવી રહ્યો.
મને આઈડિયા નથી કે તેણે શો છોડી દીધો છે કે નહીં. રાજ અનડકટ તાજેતરમાં પોતાની બહેન અને માતાની સાથે દુબઈ ટ્રિપ પર ગયો હતો. રાજ ટૂંક સમયમાં એક મ્યુઝિક વીડિયો ‘સોરી સોરી’ માં જાેવા મળશે. આ સોન્ગમાં તેની સાથે ટીવી એક્ટ્રેસ કનિકા માન પણ હશે. રાજે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તે પોતાના ફેન્સને એક સરપ્રાઈઝ આપવાનો છે અને અંતમાં તેણે આ સોન્ગનું અનાઉસમેન્ટ કર્યું છે.
રાજ અનડકટે પહેલા જ ફેન્સને આ વાતની જાણકારી આપી હતી કે તે એક મ્યુઝિક વીડિયો માટે સિંગર કમ્પોઝર અને ડાયરેક્ટર રામજી ગુલાટીની સાથે વાત કરી રહ્યો છે. આ વિશે જાણકારી આપતા રાજે કહ્યું હતું કે હવે રામજી ગુલાટીએ આ મ્યુઝિક વીડિયોને લઈને તેનો સંપર્ક કર્યો હતો અને તે ઘણો ખુશ થઈ ગયો હતો. તે સાથે જ તેણે આ મ્યુઝિક વીડિયો વિશે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
Recent Comments