કે. કે. હાઈસ્કૂલ – સાવરકુંડલામાં ૨૧મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે પ્રભાત ફેરી તેમજ ચિત્ર સ્પર્ધા તદ્ઉપરાંત નગરપાલિકા સાવરકુંડલા આયોજિત ઓપન એર થિયેટરમાં યોગા વિશેની વિધવિધ માહિતી તેમજ કેટલાક આસનોની ખૂબ જ સુંદર સમજ પ્રેક્ટીકલ દ્વારા આપવામાં આવી હતી. કે. કે. હાઈસ્કૂલના કુલ ૬૬૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. શાળાની વિદ્યાર્થીની બહેનોએ પ્રાર્થના હોલમાં એનએસએસ યુનિટ દ્વારા કેટલી હળવી કસરત અને આસનોની તાલીમ શાળાના શિક્ષિકા બહેનો શ્રી ભારતીબેન ચુડાસમા, તૃપ્તિબેન ભરાડ, વર્ષાબેન પટેલ, રીનાબેન નાગર, પ્રિયંકાબેન રોકડ, ઇલાબેન દાફડા, સોનલબેન વસાણી વગેરે બહેનોએ સરસ તાલીમ આપી હતી. આજ દિવસે કે. કે. હોસ્પિટલ ( સરકારી )માંથી ડૉ. શિવાંગ ડોડીયા, સમાબેન પઠાણ, મિતલબેન મહેતા વગેરે ૧૪ થી ૧૯ વર્ષના ભાઈ/બહેનોને મૂંઝવતા કેટલાક પ્રશ્નોની વિગતે છણાવટ કરી હતી. તેમજ બહેનોને માટે યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. જ્યારે તારીખ ૨૨/૬/૨૩ ના રોજ શાળાના વિદ્યાર્થીની મકવાણા ગોપી શૈલેષભાઈ ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રથમ નંબરે આવતા સ્વ. રતિલાલ ભંડેરી સાહેબની સ્મૃતિમાં તેમના સુપુત્રીશ્રી પ્રતીક્ષાબેન ઓઝા તરફથી હસ્તે ડૉ. ચિંતન ભંડેરીના હસ્તે રૂપિયા ૫૦૦૦ નો ચેક વિદ્યાર્થીની ગોપીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ક્ષણે સાયન્સ વિભાગની સમગ્ર ટીમે તથા શાળાના આચાર્યશ્રી જે. ટી. ખડદીયાએ ડૉ. ભંડેરી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે વિજ્ઞાનપ્રવાહના શિક્ષકશ્રી જાગૃતભાઈ દવે, કૃષ્ણકાંત વ્યાસ, યોગેશભાઈ પરમાર, જે. એન. પટેલ, સાગરભાઇ વાડોદરિયા સમગ્ર સાયન્સ ટીમને શાળાના આચાર્યશ્રી જે. ટી. ખડદીયા સાહેબે બિરદાવી હતી.
યોગ દિનની ઉજવણીમાં સાવરકુંડલા શહેરની કે. કે. હાઈસ્કૂલની ઉત્સાહભેર સહભાગીતા

Recent Comments