G-૨૦ બેઠક પહેલા અમદાવાદમાં G-૨૦ સમિટનું આયોજન કરાયું
ય્-૨૦ બેઠક પહેલા અમદાવાદમાં ેં-૨૦ સમિટનું આયોજન કરાયું છે. જેમાં ૩૫થી વધુ દેશોના પ્રતિનિધિઓની સિટી શેરપા ઈન્સેપ્શન બેઠકની વિધિવત શરુઆત આવતીકાલે સવારે ગુરુવારે સાડા દસ વાગ્યાથી થશે. તાજ સ્કાયલાઈન હોટેલ ખાતે તમામ મુખ્ય બેઠકો યોજાશે. પહેલા દિવસના પ્રથમ સત્રની શરુઆત તુર્કી અને સીરિયાના ભૂકંપ પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૌન પાળવામાં આવશે.
તેના પછી દીપ પ્રાગટ્સ સાથે બેઠકનો આરંભ થશે. બાદમાં મેયર દ્વારા સ્વાગત સંબોધન કરવામાં આવશે. ભારતના શેરપા અમિતાભ કાંત જી-૨૦ કોલ ફોર એક્શન મુદ્દે સંબોધન કરશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીના વર્ચ્યુઅલ સંબોધન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધન બાદ ેં-૨૦ કન્વીનર દ્વારા વેલકમ નોટ રજૂ કરાશે. કન્વીનર દ્વારા તમામ સિટી શેરપાનો પરિચય આપવામાં આવશે.
Recent Comments