fbpx
ગુજરાત

રંગપુરની પરીણિતાએ પતિના આડાસંબંધોથી કંટાળી દવા પી જીવન ટુંકાવ્યું

ગાંધીનગર તાલુકાના પીપળજ ગામમાં રહેતા ઉષાબાના લગ્ન ૧૪ વર્ષ અગાઉ સમાજના રીતરિરાજ મુજબ માણસા તાલુકાના રંગપુર ગામે રહેતા રાજેન્દ્રસિંહ ભીખુસિંહ ચાવડા સાથે થયા હતા અને લગ્નજીવન બાદ સાસરીમાં આવેલા ઉષાબાને પતિ સહિત સાસરીયા દ્વારા સારી રીતે રાખવામાં આવ્યા હતા. તેમના ૧૪ વર્ષના લગ્ન જીવન દરમિયાન તેઓ બે પુત્રની માતા બન્યા હતા . પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ મહિલાના પતિને અન્ય એક સ્ત્રી સાથે સંબંધ બંધાયો હતો અને તે સ્ત્રીનો અવારનવાર ફોન આવતો હતો તથા રાજેન્દ્રસિંહ રાત્રે પણ ઘરે મોડા આવતા હતા.

જે બાબતની ઉષાબાને જાણ થતા તેમણે તેમના પતિને આ બાબતે ઠપકો આપ્યો હતો પણ તેનો પતિ કોઈ વાતે સમજવા તૈયાર ન હતો અને શારીરિક માનસિક ત્રાસ આપી મારજુડ કરતો હતો. આ બાબતે પરણીતાએ તેના પિયરમાં રહેતા વિધવા માતા તથા સંબંધીઓને વાત કરી હતી, પરંતુ પોતાનો ઘર સંસાર ન બગડે તે માટે પરત સાસરીમાં આવી જતી હતી. જેમાં ગત ૨૧ તારીખે સવારે ઉષાબાના પતિના ફોન પર પેલી મહિલાનો ફોન આવતા તેમણે પતિને ફરીથી આ બાબતે ઠપકો આપતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઝપાઝપી કરી ધક્કો મારી ઘરના બહાર નીકળી ગયો હતો. જેથી અવારનવાર શારીરિક માનસિક ત્રાસ અને પરસ્ત્રી સાથેના આડા સંબંધોથી કંટાળેલી બે પુત્રોની માતા એવા ઉષાબાએ ઘરમાં પડેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી તાલુકાના મોટી ભોયણ ખાતે પરિણીતાએ ગળાફાંસો ખાતા પતિ અને સસરા સામે ગુનો નોંધાયો છે.

પ્રાંતિજ તાલુકાના વિમલા ગામના વિષ્ણુભાઇ મથુરભાઇ રાવળે આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમની દીકરી રંજનબેનના લગ્ન ૮ વર્ષ અગાઉ વિજાપુર ના ભીમપુરાના ભરત શાંતીભાઇ રાવળ સાથે થયા હતા. રંજનબેને ગળાફાંસો ખાધો હતો.માણસા તાલુકાના રંગપુર ગામની બે સંતાનોની માતાએ પતિના આડા સંબંધોથી કંટાળી તેમજ પતિના શારીરિક માનસિક ત્રાસના કારણે ઝેરી દવા ગટગટાવી હતી. જેનું સારવાર દરમિયાન મોત થતા માણસા પોલીસે મૃતક મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts