શ્રી નૂતન કેળલણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલના ધોરણ ૯ થી ૧૨ વિદ્યાર્થીની બહેનોની તારીખ ૨૬-૧૦-૨૩ ના રોજ રંગોત્સવ સેલિબ્રેશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાયેલ. તેમાં તરસરીયા વિનલ રસીકભાઈને પ્રથમ નંબર સ્થાને ગોલ્ડ મેડલ અને પઠાણ નસરીન અયુબખાનને દ્વિતીય નંબર સાથે સિલ્વર મેડલ મેળવેલ છે. આ સ્પર્ધાનું સમગ્ર સંચાલન વિજ્ઞાન શિક્ષકા તૃપ્તિબેન બી ભરાડ દ્વારા કરવામાં આવેલ. તારીખ ૨૬-૧-૨૪ ના રોજ શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયાના વરદ હસ્તે ગોલ્ડ મેડલ તથા તૃપ્તિબેન ભરાડના વરદ હસ્તે સિલ્વર મેડલથી વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવેલ. આ ઉપરાંત સર્ટિફિકેટ તથા ગીફ્ટ વાઉચર પણ એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે નૂતન કેળલણી મંડળે શાળાના આચાર્યા ઉષાબેન તથા શિક્ષિકા તૃપ્તિબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા
રંગોત્સવ સેલિબ્રેશન ચિત્ર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવતી સાવરકુંડલા શહેરની એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ

Recent Comments