રંઘોળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ
સંસ્કૃતિ અને પ્રકૃતિનું રક્ષણ થઈ શકે એ જ ખરી વિદ્યારંઘોળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને ખાખરા બીજ બીજ વિતરણભાવનગર સોમવાર તા.૭-૮-૨૦૨૩અભ્યાસ સાથે પ્રકૃતિના પાઠ હેતુ રંઘોળામાં વિદ્યાર્થીઓ સાથે યોજાયેલ સંવાદમાં જણાવાયું કે સંસ્કૃતિ અને પ્રકૃતિનું રક્ષણ થઈ શકે તે જ ખરી વિદ્યા.રંઘોળામાં શ્રી લાલજીભાઈ દુદાભાઈ પટેલ માધ્યમિક શાળામાં યોજાયેલ આ કાર્યક્રમમાં અહીંના જ વિદ્યાર્થિની અને કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્યએ શાસ્ત્ર સાથે સમાજની વર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીના વર્તન અને અસર અંગે વાત કરી. તેઓએ આપણી સંસ્કૃતિ સાથે આજના અભ્યાસ માટે ભાર મૂક્યો.કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતે પ્રકૃતિ સાથે જ સંસ્કૃતિ સંવર્ધન રહેલું છે તેમ જણાવી પર્યાવરણ જતનની શરૂઆત પોતાનાથી જ કરવા વિદ્યાર્થીઓને શીખ આપી. અહીંયા તેઓના દ્વારા ચાલતાં ‘ધરતીનાં છોરું’ અભિયાન તળે ખાખરા બીજ વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે શાસ્ત્રી શ્રી પ્રફુલ્લભાઈ આચાર્ય દ્વારા શાસ્ત્ર કથાઓની વાત સાથે બાળકોને હળવી રીતે બોધ આપવામાં આવ્યો.શાળાના આચાર્ય શ્રી હિરેનભાઈ આહિરે વકતાઓનો પરિચય કરાવી સંસ્થાની પર્યાવરણ પ્રવૃત્તિ સંદર્ભે વાત કરી હતી.શ્રી એલ. ડી.પટેલ માધ્યમિક શાળામાં અભ્યાસ સાથે યોજાયેલ આ સંવાદમાં સંસ્કૃતિ અને પ્રકૃતિનું રક્ષણ થઈ શકે તે જ ખરી વિદ્યા, એમ સમજ મળી હતી. અહી સંચાલનમાં શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ રાજ્યગુરુ રહ્યા હતા. આભાર વિધિ શિક્ષિકા શ્રી હેતલબેન શુક્લએ કરી હતી.
Recent Comments