ગુજરાત

રક્તદાન અને નેત્રદાનમાં દેશમાં પ્રથમ ગુજરાત રેડક્રોસ વર્ષે 2લાખથી વધારે રક્ત યુનિટ જરૂરિયાતમંદ લોકોને આપે છે

રાજ્યપાલ અને ઈન્ડિયનરેડક્રોસસોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તા. 8 મી મે, વિશ્વ રેડક્રોસ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓની પીડા ઓછી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કહ્યું છે કે, ગુજરાતમાં 33 જિલ્લા અને 92 તાલુકા શાખાઓ સાથે રેડક્રોસ માનવીય સેવા માટે સક્રિય છે. સ્વૈચ્છિક રક્તદાન અને નેત્રદાનમાં દેશમાં પ્રથમ ગુજરાત રેડક્રોસના બ્લડ સેન્ટર્સ વર્ષે 2,00,000 થી વધારે રક્ત યુનિટ એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકોને આપે છે.

રેડક્રોસના સંસ્થાપક જીન હેનરીડૂનન્ટનો જન્મદિવસ વિશ્વ રેડક્રોસ દિવસ – વર્લ્ડ રેડ ક્રેસેન્ટ દિવસ તરીકે ઉજવાય છે. ઈન્ડિયનરેડક્રોસસોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરેરેડક્રોસના માનવીય મિશનને સમર્થન અને સહયોગ આપવાની અપીલ કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં 24રેડક્રોસ બ્લડ સેન્ટર્સ અને 16 બ્લડ સ્ટોરેજ યુનિટ કાર્યરત છે. 8 વધુ બ્લડ સેન્ટર્સ સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આધુનિક ઉપકરણોથી સુસજ્જ 14ફિઝિયોથેરાપી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. સર્વાઈકલ કેન્સર અને સ્તન કેન્સર નિયંત્રણ માટે 10,000 જેટલી મહિલાઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં 11પેથોલોજી લેબોરેટરી પણ નાગરિકોની સેવામાં છે.

ગુજરાતમાં રેડક્રોસ દ્વારા 33,000સ્વયંસેવકોનેપ્રશિક્ષિત કરવામાં આવ્યા છે, જે કોઈ પણ પ્રકારની આપદાઓ વખતે પોતાની સેવાઓ આપવા સમર્પિત છે. રાજ્યમાં 6,00,000  યુવાનોને પ્રાથમિક સારવાર અને સી.પી.આર. નું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.

તા. 8 મી મે એ વિશ્વ થેલેસેમિયા દિવસ પણ મનાવવામાં આવે છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાત રેડક્રોસ દ્વારા થેલેસેમિયા અને સિકલસેલ નિવારણ અભિયાન  હાથ ધરવામાં આવ્યું છે, જે ભારતમાં આ પ્રકારનું પહેલું અભિયાન છે. ઈન્ડિયનરેડક્રોસના રાષ્ટ્રીય હેડક્વાર્ટર અને અન્ય રાજ્યોનીશાખાઓએ પણ આ અભિયાનને નોડલ પ્રોજેક્ટ તરીકે અપનાવ્યું છે. ગુજરાત રેડક્રોસ દ્વારા થેલેસેમિયા મેજર બાળકોને રક્ત યુનિટ નિઃશુલ્ક આપવામાં આવે છે. એટલું જ નહીં, થેલેસેમિયા અને સિકલસેલ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લાખ્ખો વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે અને 550 થી વધુ થેલેસેમિયા મેજર બાળકોને આ દુનિયામાં આવતા અટકાવવામાં સફળતા મળી છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ વર્ષ ‘માનવતાને જીવંત રાખીએ’ ની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે, એમ કહીને વિશ્વ રેડક્રોસ દિવસે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં રેડક્રોસના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ અને ગુજરાત રેડક્રોસની સમગ્ર ટીમ દ્વારા રક્તદાન કાર્યક્રમને વેગવાન બનાવવામાં આવ્યો છે. રાજ્યમાં ક્યાંય પણ એક જ કલાકમાં જરૂરિયાતમંદ વ્યક્તિને સુરક્ષિત રક્ત ઉપલબ્ધ કરાવવાની દિશામાં પ્રસંશનીય કાર્ય થઈ રહ્યું છે. ગુજરાતના સેવાભાવી ભાઈ-બહેનો રેડક્રોસનીપ્રવૃત્તિઓમાં પૂર્ણ સહયોગ આપે જેથી રેડક્રોસની કલ્યાણકારી યોજનાઓને વધુ પ્રભાવક રીતે અમલી કરી શકાય.

Follow Me:

Related Posts