સાવરકુંડલા કે.કે. હોસ્પિટલ ખાતે ભાજપાના સેવા પખવાડિયા તથા સરકારના આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા શહેર યુવા ભાજપ,તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો. આ સાથે રક્તદાતાઓ સાથે સંવાદ સાધી તેમની સેવા પ્રવૃત્તિમાં ઉત્સાહરૂપી અમૃતનું સિંચન કર્યું.
આ સેવા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી શરદભાઇ પંડ્યા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરિયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા, શ્રી રાજેશભાઈ નાગ્રેચા, ડો. મીના સાહેબ, શ્રી રાજુભાઇ શીંગળા, નગરપાલિકા ચેરમેન શ્રી અશોકભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી પ્રતીકભાઈ નાકરાણી, દંડક શ્રી અજયભાઈ ખુમાણ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાણાભાઈ , નગરપાલિકાના સદસ્યશ્રીઓ, શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તા અને રક્તદાતા ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments