fbpx
ગુજરાત

રક્ષાબંધનના દિવસે પંચક સાથે ભદ્રાનો છાયો, શુભ કાર્ય માટે ભદ્રાનો સમય ટાળવો જરૂરી છે

ભારતીય સંસ્કૃતિમાં, રાખડીનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ, સ્નેહ અને બંધનનું પ્રતીક છે. આ દિવસે બહેનો રાખી, રોલી (પવિત્ર લાલ દોરો), ચોખા, મીઠાઈ અને દિયા (દીવો) વડે થાળી તૈયાર કરે છે. તેઓ આરતી કરી ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે અને રાખડી બાંધે છે. બદલામાં ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે અને તેમના પ્રેમના પ્રતિક તરીકે ભેટ અથવા પૈસા આપે છે. રક્ષા બંધનને શ્રાવણના હિન્દુ મહિનાની પૂણિર્માના દિવસે ઉજવવામાં આવે છે. ૨૦૨૪ માં દ્રિકપચાંગ અનુસાર રક્ષા બંધન ૧૯ ઓગસ્ટ સોમવારના રોજ છે. રાખી ઉજવવાનો ચોક્કસ સમય પૂણિર્મા તિથિ (પૂણિર્માનો દિવસ) પર આધાર રાખે છે.

રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય સામાન્ય રીતે અપરાહન સમયે હોય છે, જે દિવસના હિંદુ વિભાજન અનુસાર બપોરનો સમય હોય છે અથવા પ્રદોષનો સમય હોય છે. કોઈ પણ શુભ કાર્ય માટે ભદ્રાનો સમય ટાળવો જરૂરી છે કારણ કે તે અશુભ ગણાય છે. આવી સ્થિતિમાં રક્ષાબંધનના દિવસે ભદ્રા કેટલા વાગે છે. ધામિર્ક શાસ્ત્રો અનુસાર ભદ્રાના સમયમાં શુભ કાર્ય ન કરવું જોઈએ. આ વર્ષે, ભદ્રાની છાયા ૧૯ ઓગસ્ટના રોજ સવારે ૫ઃ૫૩ વાગ્યે (ભદ્રકાળ) શરૂ થશે, જે બપોરે ૧ઃ૩૨ સુધી ચાલશે. આ સમયે ભૂલે ચૂકે પણ રાખડી બાંધતા નહીં, આ શુભ સમય નથી. રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ લાગે છે. ૧૯મી ઓગસ્ટે સાંજે ૭ વાગ્યાથી બીજા દિવસે સવારે ૫.૫૩ વાગ્યા સુધી પંચક છે. ૧૯મી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે ૧ઃ૩૦ થી રાતે ૯ઃ૦૮ સુધીનો છે.

રક્ષાબંધનના તહેવારના દિવસે બહેનોને તેમના ભાઈને રાખડી બાંધવા માટે ૭ કલાક ૩૮ મિનિટનો સમય મળશે. પ્રાચીન હિંદુ ગ્રંથો અને મહાકાવ્યોમાં રક્ષાબંધનનો ઉલ્લેખ છે. મહાભારતમાં પાંડવોની પત્નીઓ ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી સાથે એક લોકપ્રિય દંતકથા જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી, ત્યારે દ્રૌપદીએ તેની સાડીનો ટુકડો ફાડી નાખ્યો હતો અને લોહીને રોકવા માટે તેને આંગળી પર બાંધ્યો હતો. તેમની ચિંતાથી અભિભૂત થઈને, કૃષ્ણએ તેમને રક્ષણ આપવાનું વચન આપ્યું હતું, જે રાખી બંધનનું સૌથી પહેલું ઉદાહરણ માનવામાં આવે છે.

Follow Me:

Related Posts