રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં પ્રથમ મેરીટાઈમ ડેની ઉજવણી કરાઈ
દેશની પ્રથમ સ્થાપાયેલ રક્ષાશક્તિ યુનિવર્સિટી ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં એકીકૃત તટીય સમુદ્રી સુરક્ષા અધ્યયન સ્કૂલ એસઆઈસીએમએસએસ દ્વારા રાષ્ટ્રીય સમુદ્રી દિવસની ઉજવણી નિમિત્તે એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. જેમાં સમુદ્રમાં માનવીના પ્રયાસો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય સમુદ્રી દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ વર્ષ ૧૯૧૯માં મુંબઈથી લંડન જવા માટે ભારતના પ્રથમ વ્યાપારી જહાજની અવરજવરને યાદ કરવાનું છે. આ વ્યાપારી જહાજનું નામ એસએસ લોયલ્ટી હતુ. જેની માલિકી સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની પાસે હતી.
આ અવસર પર ભારતીય નેવી, ભારતીય તટરક્ષક દળ તેમજ તટીય સમુદ્રી પોલીસના કામની પ્રસંશા કરવામાં આવી હતી. જેઓ ભારતીય સમુદ્રી તટોની રક્ષા કરે છે. આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. બિમલ એન પટેલે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના ભૌગોલિક અને ઐતિહાસિક મહત્વ વિશે વાત કરી હતી. દેશમાં પહેલી મર્ચન્ટ શીપ એસ.એસ લોયલ્ટીએ વર્ષ ૧૯૧૯માં મુંબઈથી લંડન માટે રવાના થઈ હતી. જે આંતરરાષ્ટ્રીય વ્યાપારની શરૂઆતનું ચિહ્ન છે. ત્યારથી માંડીને અત્યાર સુધી લગભગ ૯૬ ટકા વ્યાપાર અને ૭૪ ટકા મુસાફરી પાણીના માધ્યમથી કરવામાં આવી છે.
તેમણે સાગરમાલા વિશે પણ વાત કરી હતી. નેશનલ મેરીટાઈમ ફાઉન્ડેશનના પૂર્વ નિર્દેશક ડો. વિજય સખુજાએ ભારતીય પોર્ટ વિધેયક ૨૦૨૧, પોર્ટ અને તેના બુનિયાદી ઢાંચા, સડક પરિવહનના નિર્માણ માટે વિભિન્ન સરકારી પહેલો વિશે ચર્ચાઓ કરી હતી. તેમણે ઓછા સમયમાં ઓછા ખર્ચે સામાનની હેરફેર થઈ શકે તે માટેની પણ વાત કરી હતી. તેમણે વકીલો, પરામર્શકો, સાઈબર સુરક્ષા અને માહિતીના વિશેષજ્ઞો તથા અન્ય ક્ષેત્રોમાં સમુદ્રી ક્ષેત્રોમાં આપણી સામેના વિવિધ અવસરોને પ્રસ્તુત કરીને યુવાઓને પ્રેરિત કર્યાં હતાં. સમુદ્રી ખોજ અને બચાવ વિષય પર કમાન્ડેન્ટ રાજીવ રંજને છેલ્લા બે દશકા અને તેનાથી વઘુ સમયથી ફરજ બજાવતાં પોતાના અનુભવો જણાવ્યાં હતાં.
Recent Comments