અમરેલી

રક્ષા શુક્લ-હરદ્વાર ગોસ્વામીના પુસ્તક ‘અધિક શ્રાવણમાસ’નું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન થયું 

નવભારત સાહિત્ય મંદિર આયોજિત કાર્યક્રમમાં સુશીલાબેન હોલ, અમદાવાદ ખાતે જાણીતા લેખક રક્ષા શુક્લ – હરદ્વાર ગોસ્વામી લિખિત ‘અધિક શ્રાવણસુવાસ’ ગ્રંથનું વિમોચન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થયું હતું. અધિક શ્રાવણમાસ નિમિત્તે આ ગ્રંથ સંશોધન અને શાસ્ત્રોક્ત આધારિત ભારતીય ભાષામાં સૌપ્રથમવાર લખાયો છે. 

                           આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્રશ્રી જયેન્દ્રસિંહ જાદવ, નવભારતના મહેન્દ્રભાઈ શાહ, રાજ ભાસ્કર ઇત્યાદિ સુપ્રસિદ્ધ સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. સાહિત્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ મહિના નિમિત્તે ખાસ ધાર્મિક પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું હતું. એ સિવાય પણ પુસ્તકમેળામાં વિવિધ વિષયના વિવિધ ભાષાઓના દસ હજાર પુસ્તકોનું પ્રદર્શન યોજાયું છે. તા. ૨૦ ઓગસ્ટ સુધી ચાલનારા સાહિત્યના આ મહામેળાવડામાં ‘ઓથાર કોર્નર’ અંતર્ગત લોકપ્રિય લેખકોને મળી શકાશે. પ્રવેશ વિનામૂલ્યે રહેશે. વધુ વિગત માટે ૯૮૨૫૦૩૨૩૪0 પર સંપર્ક કરવો.

Follow Me:

Related Posts