fbpx
ગુજરાત

રઘુ શર્માએ કહ્યું,“હજુ કેટલા કોંગ્રેસી એમએલએ ભાજપમાં જાેડાશે તેની મને ખબર છે”

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા ૬ ઓકટોબરના રોજ પ્રદેશ કમલમ કાર્યાલયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં!.. રઘુ શર્માએ કહ્યું હતું કે, રૂ. ૪૦ કરોડની ઓફર ઘરે બેસવાની હતી કે ટિકિટ મેળવવાની, તેમણે એવી પણ સ્પષ્ટતા કરવી જાેઇએ કે, તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ ગયા ? હજુ કેટલા કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જાેડાશે તેની મને ખબર છે. ભાજપના આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ધારાસભ્યોને તોડે છે, કારણ કે ભાજપ ચૂંટણી જીતવા માટે કોન્ફિડન્ટ નથી.

આ સાથે ભાજપ કોંગ્રેસના આત્મવિશ્વાસને તોડવાના પ્રયત્નો કરે છે, પણ દરેક બેઠક માટે અમારી પાસે પહેલાથી જ વિકલ્પ તૈયાર છે. કોઇપણ નેતા કોંગ્રેસ છોડે તો તેનાથી કોંગ્રેસને કોઇ ફરક પડવાનો નથી. આ સાથે ભાજપ સૂત્રોનું કહેવું છે કે ભાજપ હર્ષદ રીબડીયાને વિસાવદરથી જ ચૂંટણી લડાવી શકે છે. હર્ષદ રીબડિયાને અગાઉ રાજ્યસભાની ચૂંટણી વખતે રૂ. ૪૦ કરોડની ઓફર થઇ હતી તેવો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેઓ કહે છે કે, હું વર્ષ ૨૦૨૨ની ચૂંટણી કોંગ્રેસમાંથી જ લડીશ. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે,રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું નથી.

Follow Me:

Related Posts