ગુજરાત

રાજકોટથી દ્વારકા દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં ફસાયા બાદ બચાવ

રાજકોટથી દ્વારકા ખાતે દર્શન કરવા આવેલ પરિવાર ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો હોવાથી સામે કાંઠો પંહોચ્યા હતા જે બાદ અચાનક જ ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા.
સવારના ભાગમાં ગોમતી નદીમાં પાણી ઓછી હોવાથી યાત્રિકો સામે કાંઠે દર્શન કરવા પહોંચ્યા હતા. સવાર બાદ ગોમતી નદીમાંથી પાણીનો પ્રવાહ વધ્યો અને રાજકોટનો શ્રદ્ધાળુ પરિવાર ફસાઈ ગયો. આ ઘટનાની ત્યાંના સ્થાનિક લોકોને જાણ થતા પોલીસને જાણ કરી.
પોલીસ અધિકારીઓ દ્વારા પરિવારને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાને ઉચ્ચ સ્તરે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દ્વારા એસ.ડી.એમ. ને જાણ થતાં તેમના આદેશ બાદ તાત્કાલિક સુદામા સેતુના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા જેથી તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત ગોમતી નદી પાર કરાવી હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts