અમરેલી

રજત જ્યંતી વર્ષ બગસરા શ્રી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ આયોજિત મહિલા સંમેલન એવમ જ્યોતિ નારી રત્ન એવોર્ડ એનાયત કાર્યક્રમ વિશ્વ મહિલા દીને યોજાશે

બગસરા મહાત્મા ગાંધી ના આદર્શો ને અનુચરતી દેવચંદભાઈ સાવલિયા ના નેતૃત્વ હેઠળ ની શ્રી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ આયોજિત મહિલા સંમેલન એવમ જ્યોતિ નારી રત્ન એવોર્ડ એનાયત કાર્યક્રમ તા. ૮/૦૩/૨૨ મંગળવાર ના રોજ વિશ્વ મહિલા દીને યોજાશે ૨૫ વર્ષ થી અવિરત મહિલા ઉત્કર્ષ અને મહિલા સશક્તિકરણ ની વિવિધ કામગીરી કરતી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ ૬૭ મહિલા મંડળો માધ્યમ થી ૯૫૦ થી વધારે  મહિલા ઓ સાથે નાની મોટી  સાતેક મહિલા વિકાસ ની પ્રવૃત્તિ ઓ ચાલી રહી છે મહિલા મંડળ ની જે બહેનો શ્રેષ્ટ કામગીરી કરી રહેલ તેવા ત્રણ બહેનો ને યંગ મેન્સ ગાંધીયન એસોસીએશન  સંસ્થા રાજકોટ ના સહયોગ થી સંસ્થા માં છેલ્લા ૧૦ વર્ષ થી જે તે મહિલા ઓનું જાહેર સન્માન કરી પ્રોત્સાહિત કરવા માં આવે છે

૧.ચંપાબેન ગોધિયા મહિલા સેવા એવોર્ડ શ્રી જેતુબેન ગુલાબ હુસેન તરવાડી ૨.સૂરજબેન કામદાર મહિલા ઉદ્યોગ સાહસિકતા એવોર્ડ શ્રી લીલાબેન મનસુખભાઈ કાનપરિયા ૩.લીલાબેન શાહ કૃષિ નારી રત્ન એવોર્ડ વર્ષાબેન વિપુલભાઈ ભુવા થી સન્માનિત કરશે આ તકે જાણીતા સાહિત્યકાર જગદીશભાઈ ત્રિવેદી સુરેન્દ્રનગર તેમજ નીતાબેન પટેલ સંજીવની ફાઉન્ડેશન રાજકોટ મંદાકીનીબેન  પુરોહિત સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર નીતાબેન વોરા સાહેલી ગ્રામ સંસ્થાન બગવદર ની ઉપસ્થિતિ માં પટેલવાડી બગસરા ખાતે યોજાશે તેમ જયશ્રીબેન સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા અને જ્યોતિ મહિલા વિકાસ સંગઠન બગસરા ના કવિતાબેન ડામોર ની યાદી માં જણાવ્યું હતું 

Related Posts