રજનીકાંતની ફિલ્મ ‘અન્નત્તે’ સૂર્યવંશી ફિલ્મ પર ભારે પડી
‘સૂર્યવંશી’ ફિલ્મે બોક્સ-ઓફિસ પર પહેલા દિવસે ૨૬.૨૯ કરોડ, બીજા દિવસે ૨૩.૮૫ કરોડની કમાણી કરી હતી. તો ત્રીજા દિવસે બોક્સ-ઓફિસ પર છપ્પર ફાડ કમાણી કરતા ૨૬.૯૪ કરોડની કમાણી કરી લીધી છે. આમ આ ફિલ્મે ૩ દિવસમાં કુલ ૭૭.૦૮ કરોડનું કલેક્શન કર્યું છે. તો વિદેશમાં આ ફિલ્મે અપેક્ષા કરતા વધુ સારી કમાણી કરી છે. જેમાં પહેલા દિવસે ૮.૧૦ કરોડ, બીજા દિવસે ૮.૫૮ કરોડની કમાણી સાથે કુલ ૧૬.૬૮ કરોડની કમાણી કરી છે. ‘સૂર્યવંશી’ ફિલ્મને દિવાળી વેકેશનનો ફાયદો મળી રહ્યો છે. જાેકે નિષ્ણાંતો કહી રહ્યા છે કે આવનારા સપ્તાહમાં આ ફિલ્મ ૧૦૦ કરોડની કમાણીના આંકડાને પાર કરી દેશે.કોરોનાના કહેર બાદ સિનેમાઘરોમાં ફરી એકવાર દર્શકો જાેવા મળી રહ્યા છે. ઘણા ફિલ્મી સિતારાઓએ પોતાની ફિલ્મો રીલિઝ કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં હાલમાં જ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નત્તે’ અને અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીર સિંહ સ્ટારર ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ રીલિઝ થઇ છે. જેમાં ‘સૂર્યવંશી’ ફિલ્મ જાેવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમાઘરોમાં પહોંચ્યા હતા. પણ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નત્તે’ ને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નત્તે’ ૪ નવેમ્બરે રીલિઝ થઇ હતી અને આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડની કમાણી કરી દીધી હતી. ટ્રેડ એનાલિસ્ટ કૌશિક એલએમએ સોશીયલ મીડિયામાં રજનીકાંતની ફિલ્મ ‘અન્નત્તે’ ની બોક્સ ઓફિસ કલેક્શન શેર કર્યું હતું. જેમાં આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડના આંકડાને પાર પાડ્યો હતો. રજનીકાંતની ફિલ્મ જ્યારે પણ રીલિઝ થાય છે ત્યારે દક્ષિણ ભારતના દર્શકો ઘણી ધુમધામથી તેની ફિલ્મ જાેવા માટે જાય છે. અક્ષય કુમાર, કેટરીના કૈફ, રણવીર સિંહ અને અજય દેવગણ સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’ બોક્સ-ઓફિસ પર સારી કમાણી કરી છે. પહેલા અને બીજા દિવસ બાદ ત્રીજા દિવસે પણ ફિલ્મે બોક્સ-ઓફિસ પર બંપર કમાણી કરી છે.
Recent Comments