રજાના દિવસે પણ જાફરાબાદ ખાતે લાભાર્થીઓની હયાતીની ખરાઈ કામગીરી ઝુંબેશ સ્વરુપે હાથ ધરવામાં આવી
જિલ્લાના જાફરાબાદ શહેરી વિસ્તારમાં વિવિધ સહાય યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓની હયાતીની ખરાઈ કરવાની કામગીરી શરુ છે. ઝડપી અને સુગમતા સાથે લાભાર્થીઓને સરળતા થઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા જાહેર રજાના દિવસે પણ આ કામગીરી ઝુંબેશ સ્વરુપે હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જાફરાબાદ શહેરી વિસ્તારમાં વિવિધ સહાય યોજના હેઠળ લાભ મેળવતા હોય અને હયાતીની ખરાઈ કરાવવાની બાકી હોય તેવા તમામ લાભાર્થીઓને તેમની હયાતીની ખરાઈ માટેની આ કામગીરીને પૂર્ણ કરવામાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments