fbpx
ગુજરાત

રજિસ્ટરમાંથી નંબર મેળવી યુવતીઓને બીભત્સ સંદેશા મોકલતો ચોકીદાર ઝડપાયો

શહેરમાં રહેતી એક પરિણીતાને અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી ટ્રુ કોલર અને વોટ્‌સએપ માં મેસેજ આવતા આ પરિણીતા ચોંકી ગઈ હતી. અજાણ્યા નંબર ઉપરથી પુરુષ તથા સ્ત્રીના જાતીય અંગોના વીડિયો અને ફોટા મોકલનાર આરોપી સામે મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદી મહિલા એક ફ્લેટમાં કામર્થે ગઈ ત્યારે તેણે ફ્લેટના એન્ટ્રી ગેટ પર પોતાની વિગતો ભરી હતી. મહિલા સ્વરૂપવાન હોવાથી ગાર્ડને પસંદ આવી અને તેનો નમ્બર લઈ તેને હાઈ હેલો ના મેસેજ કરી બીભત્સ કલીપ મોકલવાની શરૂ કરી હતી.

શહેરના ઇસ્કોન આંબલી રોડ પર રહેતી ૨૭ વર્ષીય પરિણીતા તેના પતિ તથા બીજા સભ્યો સાથે ત્રણ વર્ષથી રહે છે. આ મહિલાનો પતિ કેમિકલ ડાઈ નો વટવા જીઆઈડીસી ખાતે ફેક્ટરી ધરાવી વેપાર કરે છે અને મહિલાને સંતાનમાં બે વર્ષનો દીકરો પણ છે.

સોશિયલ મીડિયા ઉપર બધાના સંપર્કમાં રહેવા માટે આ મહિલા વોટ્‌સએપ ફેસબુક જેવી જુદીજુદી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ગત ૨૮ ફેબ્રુઆરીના રોજ આ મહિલાને અજાણ્યા નંબર ઉપરથી ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં પહેલા એક થમ્બ ઈમોજી વાળો મેસેજ આવ્યો હતો. પરંતુ આ નંબરથી તે અજાણ હોવાથી મહિલાએ તે મેસેજ ઉપર કોઈ ધ્યાન આપ્યું ન હતું.

ત્યારબાદ ફરીથી બે માર્ચના રોજ આ મહિલા ઘરે હાજર હતી ત્યારે અજાણ્યા નંબરના ધારકે ફરીથી મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશન ની ચેટમાં અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા મોકલી હાય લખી મેસેજ કર્યો હતો. આ મહિલા તે નંબરના ધારકને ઓળખતી ન હોવાથી મહિલાએ કોઈ રીપ્લાય આપ્યો ન હતો.
જેથી ફેસબુક પર અલગ અલગ ગમતી છોકરીઓને તે મેસેજાે કરતો હતો. આ દરમિયાન ફરિયાદી મહિલા આ ફ્લેટમાં આવી ત્યારે આ આરોપીને તે ગમી ગઈ હતી અને તેણે રજીસ્ટરમાં આપેલો નમ્બર મેળવી મહિલાને ટ્રુ કોલર અને વોટ્‌સએપ પર મેસેજાે કરી બીભત્સ વિડીયો અમે ફોટો મોકલ્યા હતા.

Follow Me:

Related Posts