નાણામંત્રી ર્નિમલ સીતારમણે આજે વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ જાહેર કરી દીધું છે. આ સામાન્ય બજેટમાં રેલવે માટે ૨.૪ લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ રેલવેનું અત્યાર સુધીનું સૌથી વધુ મૂડી ખર્ચ કરવામાં આવી છે. આ પહેલાના ૨૦૧૩-૧૪ના રેલવે માટે કરતા ૯ ગણું મોટું છે. આ નરેન્દ્ર મોદીની ૨.૦ સરકારનું અંતિમ પૂર્ણ બજેટ છે. જેને ધ્યાનમાં રાખીને ૨૦૨૩-૨૪ની બજેટની જાહેરાતથી મધ્યવર્ગના મોટા વર્ગના લોકોને લાભ થવાની સંભાવના છે, જાેકે, રેલવે દ્વારા પ્રવાસી ટિકિટ કે ભાડામાં વૃદ્ધીની સંભાવના નથી. ણામંત્રીએ પાછલા વર્ષે ભારતીય રેલવે માટે ૧,૪૦,૩૬૭.૧૩ કરોડ રૂપિયાનું બજેટની જાેગવાઈ કરી હતી. આ બજેટ પાછલા ૨૦૨૧-૨૨થી લગભગ ૨૦,૩૧૧ કરોડ રૂપિયા વધારે હતું.
બજેટમાં પીએસયુ, જાેઈન્ટ વેન્ચર અને સ્પેશિયલ પર્પઝ વ્હીકલમાં રોકાણ માટે ૩૮,૬૮૬.૫૯ કરોડ રૂપિયા પણ રાખ્યા છે. નાણામંત્રીએ ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર (ડ્ઢહ્લઝ્ર) માટે ૧૫,૭૧૦.૪૪ કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેની સંપત્તિ રેલવે દ્વારા સંચાલન અને સંભાળ માટે મુદ્રીકૃત કરવામાં આવશે. આર્થિક સમીક્ષા ૨૦૨૨-૨૩ મુજબ રેલવેના મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી વૃદ્ધીનું એક મોટું કારણ સરકાર દ્વારા ભંડોળની ફાળવણીમાં પર્યાપ્ત વધારો છે. આ સાથે જ સમીક્ષામાં કોવિડ મહામારી બાદ યાત્રી અને ગૂડ્સ ટ્રેન બન્ને ક્ષેત્રોમાં સુધાર માટે રેલવે દ્વારા પ્રશંસનીય પ્રયાસો કરવામાં આવ્યા છે. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં વધી રહેલી ગતિશીલતા અને ઝડપી ટ્રેનની માંગના કારણે આગામી સમયમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.
કોવિડ મહામારી પહેલા (૨૦૧૯-૨૦) ભારતીય રેલવેની યાત્રા સેવાઓથી પ્રાપ્ત થયેલી આવક ૮૦૯ કરોડ રૂપિયા હતી, જે ૨૦૨૦-૨૧માં ઘટીને ૧૨૫ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ આંકડો ૨૦૨૧-૨૨માં વધીને ૩૫૧.૯ કરોડ રૂપિયા રહી હતી. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મુસાફરોની સંખ્યામાં મજબૂત વધારો જાેવા મળી રહ્યો છે. આ રીતે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ વચ્ચે ગૂડ્સ ટ્રેનમાં ઝડપી વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં નવેમ્બર સુધી ગૂડ્સ ટ્રેન વાર્ષિક આધાર પર ૮.૩ ટકાનો વધારો થયો હતો.
Recent Comments