fbpx
રાષ્ટ્રીય

રજુ કરાયેલા બજેટમાં રિયલ એસ્ટેટ માટે ૧૦ લાખ કરોડ

નાણામંત્રી ર્નિમલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં ઈંન્ફાસ્ટ્રક્ચરના વિકાસ પર ખાસ ભાર આપ્યો છે. રોજગાર સર્જનને ધ્યાને રાખીને સરકારે પોતાનું કેપિટલ એક્સપેંડિચર વધાર્યું છે. સરકારે પોતાના કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ ૩ ટકાથી વધારીને ૧૦ લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. દેશમાં રોડ, નેશનલ હાઈવેથી લઈને રેલવે, એરપોર્ટના વિકાસ પર આ રકમ ખર્ચ કરવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું છે કે, સતત ત્રીજૂ વર્ષે, જ્યારે સરકારે બજેટમાં કેપિટલ ઈન્વેસ્ટમેન્ટને વધાર્યું છે. આ દેશના જીડીપીના ૩.૩ ટકા બરાબર છે.

નાણામંત્રીની આ જાહેરાત સાથે જ સદનમાં મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠ્‌યો હતો. નાણામંત્રીએ જાણકારી આપી હતી કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે કરવામાં આવેલ બજેટીય ફાળવણી ૨૦૧૯-૨૦ની સરખામણીમાં ૩ ગણુ વધારે છે. પાછલા બજેટમાં સરકારે પોતાના કેપિટલ એક્સપેંડિચરને ૩૫.૪ ટકા વધારી દીધું હતું. જે લગભગ ૭.૫ લાખ કરોડ રૂપિયા હતું. ા રકમ પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન, રોડ, રેલ, પોર્ટ અને એરપોર્ટના નિર્માણ માટે નક્કી કરી હતી.

Follow Me:

Related Posts