fbpx
રાષ્ટ્રીય

રજુ કરાયેલ બજેટમાં સરકારે ૨૦૪૭ સુધીમાં આ બિમારીને ખતમ કરી દેવાની જાહેરાત કરી

સંસદમાં વર્ષ ૨૦૨૩નું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી ર્નિમલા સીતારમણે મોદી સરકાર ૨.૦નું અંતિમ અને પૂર્ણ બજેટ રજૂ કર્યું. આપની જાણકારી માટે તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૨૪માં લોકસભા ચૂંટણી થવાની છે. એટલા માટે બજેટ દેશ માટે ખૂબ જ મહત્વનું છે. બજેટમાં દેશની હેલ્થ સિસ્ટમ માટે પણ ઘણી જાહેરાતો થઈ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે વર્ષ ૨૦૨૩માં સ્પષ્ટ કર્યું છે કે, હેલ્થના વિભાગમાં કેટલાય સુધારાની જરુર છે. એટલા માટે નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. સાથે જ મેડીકલ કોલેજમાં વધારેમાં વધારે લૈબની વ્યવસ્થા કરવામાં આવસે. સાથે જ સ્વાસ્થ્ય વ્યવસ્થામાં સુધારા માટે નવા મશીન લાવવામાં આવશે, જેથી ભારતમાં મોટી મોટી બિમારીની સફળતાપૂર્વક સારવાર કરી શકાય.

વર્ષ ૨૦૨૩ના બજેટમાં એ સ્પષ્ટ કર્યું છે કે, વર્ષ ૨૦૪૭ સુધી એનિમીયાની બિમારીને જડથી ખતમ કરી દેવામાં આવશે. કારણ કે લોહીના કમીના કારણે દર વર્ષે કેટલાય લોકોના મોત થઈ જાય છે.આ બજેટ એટલા માટે પણ ખાસ છે કેમ કે, તેમાં સ્પષ્ટ કર્યું છે કે, એક વ્યક્તિ માટે સાફ પાણી અને ભોજન જરુરી છે. એટલા માટે તેને બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. બજેટમાં અનેમિયા અને બાળકોમાં લોહીની કમીથી થતી બિમારીને લઈને કેટલાય પ્રોગ્રામ બનાવામાં આવ્યા છે. સાથે જ વર્ષ ૨૦૪૭માં તેને ખતમ કરવાનું પ્રણ કર્યું છે. વર્ષ ૨૦૨૩ના બજેટમાં મોટા અનાજને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

Follow Me:

Related Posts