રણદીપ હુડાએ લીન લેશરામ સાથે લગ્નના સાત ફેરા લીધારણદીપ હુડ્ડાના લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ

રણદીપ હુડ્ડાએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્નના સાત ફેરા લીધા છે. થોડા સમય પહેલા જ બંનેએ સાત જન્મ એકબીજા સાથે વિતાવવાના સોગંદ લીધા હતા. બંનેને વર-કન્યા બનતા જાેઈને તેમના ફેન્સની ખુશીની કોઈ સીમા નથી. તમને જણાવી દઈએ કે કપલ તેમના લગ્ન માટે ૨૭ નવેમ્બરે મણિપુરના ઈમ્ફાલ પહોંચ્યા હતા. જે બાદ તેણે પ્રી-વેડિંગ શૂટ પણ કરાવ્યું હતું. જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.
હવે આ લગ્નનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.. તમને જણાવી દઈએ કે રણદીપ અને લિનના સંબંધોની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી હેડલાઈન્સમાં છે. તેમના લગ્નમાં કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓ હાજર રહ્યા હતા. દંપતીએ આગલા દિવસે અહીં પૂજા કરી હતી. તેમના લગ્નની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. ફેન્સ આ લગ્નની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. આ કપલના ફેન્સ તેમને ઇન્સ્ટાગ્રામ પર સતત અભિનંદન આપતા જાેવા મળી રહ્યા છે.. આ પરંપરાગત લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જેમાં રણદીપ મીતાઇ સંસ્કૃતિ મુજબ વર રાજા બન્યો છે. સફેદ ધોતી કુર્તા અને માથા પર પાઘડીમાં અભિનેતાનો લુક જાેવા જેવો છે. તે જ સમયે, બંને લગ્નની વિધિ કરતા જાેવા મળે છે. દુલ્હનની જેમ સજ્જ લિન પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે સિમ્પલ લુકમાં હેવી ગોલ્ડ જ્વેલરી પહેરી છે. વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં તમે જાેઈ શકો છો કે બંનેએ એકબીજાને સફેદ માળા પણ પહેરાવી છે. આ તસવીરો સામે આવ્યા બાદ લિન હાલમાં તેની જ્વેલરી માટે ચર્ચામાં છે.. દરેક લોકો રણદીપની દુલ્હન લિન વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લીન લેશરામ એક ફેમસ મોડલ અને એક્ટ્રેસ છે. આ ઉપરાંત તે એક બિઝનેસવુમન પણ છે.
આ બહુપ્રતિભાશાળી અભિનેત્રીએ ફિલ્મોમાં પણ પોતાની ઓળખ બનાવી છે. લીન પ્રિયંકા ચોપરાથી લઈને કરીના કપૂર સુધીની ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. લિનને સોશિયલ મીડિયા પર ૯૩ હજારથી વધુ લોકો ફોલો કરે છે.. રણદીપ હુડ્ડા અને લીન લેશરામની પહેલી મુલાકાતની વાત કરીએ તો આ લવસ્ટોરી એકદમ ફિલ્મી છે. બંને પહેલીવાર થિયેટર દરમિયાન મળ્યા હતા. તે દરમિયાન બંને સારા મિત્રો હતા. લીને એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે નસીરુદ્દીન શાહના મોટલી નામના થિયેટર ગ્રુપમાં રણદીપને મળી હતી. અભિનેતા તે સમયે તેમના સિનિયર હતા.
Recent Comments