fbpx
બોલિવૂડ

રણબીર-આલિયાની ‘બ્રહ્માસ્ત્ર ૨’માં સ્ટાર યશ બનશે દેવ?!

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બાબતે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે. આ દરમિયાન બ્રહ્માસ્ત્ર ૨માં રણવીર સિંહ દેવનું પાત્ર ભજવવા જઈ રહ્યો હોવાનું કહેવાય છે. જાેકે, ફિલ્મમેકર અયાન મુખર્જીએ આ વાતની પુષ્ટી કરી નથી. ત્યાં હવે દેવનું પાત્ર ભજવવા માટે કે.જી.એફ સ્ટાર યશનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની અફવા સામે આવી રહી છે.  સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, યશ બ્રહ્માસ્ત્ર ફિલ્મ માટે ઓફર આપવામાં આવી છે. યશે ભૂમિકાનો સ્વીકાર કર્યો નથી. આ ફિલ્મ આધુનિક પૌરાણિક કથાઓની મહાન કથા છે. યશને આ ફિલ્મમાં દેવનું શક્તિશાળી પાત્ર ભજવવાની ઓફર આપવામાં આવી છે. જાન્યુઆરી ૨૦૨૩માં યશ આ ફિલ્મ સાઈન કરે તેવી અપેક્ષા છે.

અહીં ઉલ્લેખનિય છે કે, દર્શકોએ બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટે ભજવેલ ભૂમિકાની મજાક ઉડાવી છે. ત્યારબાદ અયાન મુખર્જીએ તે અંગેના પ્રતિભાવ ધ્યાને લીધા છે અને આગામી પાર્ટમાં યોગ્ય ભૂમિકાનો વાયદો કર્યો છે. અયાન મુખર્જીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બ્રહ્માસ્ત્ર ૧ સંપૂર્ણપણે ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ છે, તે ખૂબ જ પડકારજનક હતું. તો હવે પાર્ટ ૨ને ૨-૩ વર્ષમાં પૂરો કરવો પણ ખૂબ મોટો પડકાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાે તમે ખરેખર ધ્યાનથી જાેશો, તો તમે દ્રશ્યની ટોનલિટી થોડી આયર્ન મેન જેવી હોવાનું અનુભવશો. અમે હંમેશાં એવું માનતા હતા કે વાનરસ્ત્ર હંમેશાં વિજ્ઞાનની દુનિયામાં અસ્તિત્વમાં રહેશે, તેથી જ અમે તેમને વૈજ્ઞાનિક તરીકે દર્શાવ્યા છે.

તેઓ ઉમેરે છે કે, આ ફિલ્મની શરૂઆતમાં આઈટમ સીક્વન્સ થોડો જ છે. ત્યારબાદ આ ફિલ્મ ખૂબ જ અલગ રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં શિવ અને ઈશાનો રોમાન્સ દર્શાવવામાં આવ્યો છે. શાહરૂખ ખાને આ ફિલ્મમાં હીરોનું પાત્ર ભજવ્યું છે, તે ફિલ્મમાં જાેક મારે છે. આ ફિલ્મ માટે અમે ખૂબ જ કામ કર્યું છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આ ફિલ્મ માટે એકપણ રૂપિયો લીધો નથી. મારા મત અનુસાર તેમના વગર અમે આ ફિલ્મ ક્યારેય ના બનાવી શક્યા હોત.

Follow Me:

Related Posts